- બે પ્રાધ્યાપકોના રાજીનામાના કેસને લઈને ખળભળાટ
- રાજકીય દબાણને કારણે શિક્ષકોએ રાજીનામું આપ્યું હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ
- દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતામાં ઘટાડો થવાના સંકેત : રઘુરામ રાજન
સોનીપત: અશોક યુનિવર્સિટીના બે પ્રાધ્યાપકોના રાજીનામાના કેસને લઈને ખળભળાટ મચ્યો છે. વિદ્યાર્થીઓ આ રાજીનામાંના વિરોધમાં યુનિવર્સિટી ખાતે એકઠા થયા છે. તેમનો આક્ષેપ છે કે રાજકીય દબાણને કારણે શિક્ષકોએ રાજીનામું આપ્યું છે, ત્યારે આ કેસમાં ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ એક નિવેદન આપ્યું હતું કે, શિક્ષકોનું રાજીનામું દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતામાં ઘટાડો થવાના સંકેત છે.
આ પણ વાંચો : હરિયાણાથી સાયકલ પર ભારત ભ્રમણ પર નીકળેલા યુવાનનું પારડી સાયન્સ કોલેજે કર્યું સન્માન
જાણો શું છે વિવાદ
આ બાબત અંગે જણાવામાં આવી રહ્યું છે કે, પ્રોફેસરો, પ્રતાપ ભાનુ મહેતા અને અરવિંદ સુબ્રમણ્યમ સરકારના કામ અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. પ્રોફેસર મહેતાએ અખબારોમાં કોલમ લખવાનું ચાલુ રાખ્યું હતું, જેમાં તેઓ સ્પષ્ટ હતા કે હાલની સરકારની નીતિઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરી રહી છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે રાજકીય દબાણ તેમના પર આવી ગયું અને ત્યારબાદ તેઓને એક પછી એક રાજીનામું આપવાની ફરજ પડી.
વિશ્વની ઘણી યુનિવર્સિટીઓએ દુ: ખ વ્યક્ત કર્યું
અધ્યાપકોના રાજીનામા બાદ અશોક યુનિવર્સિટી ચર્ચામાં આવી હતી. વિશ્વની અનેક વિશ્વવિખ્યાત સંસ્થાઓએ પણ પ્રતાપ ભાનુ મહેતાના રાજીનામાને લઈને દુ:ખ વ્યક્ત કર્યુ છે.
આ પણ વાંચો : હરિયાણા: સરકારમાં સમર્થન આપતા જ દુષ્યંતના પિતાની તિહાડમાંથી મુક્તિ