ETV Bharat / bharat

કાનપુરમાં રેતીમાંથી ઘણા મૃતદેહો મળી આવ્યા

વરસાદને કારણે કાનપુરના શિવરાજપુર ખેરશ્વર ઘાટમાં દફનાવવામાં આવેલા મૃતદેહો બહાર દેખાવા લાગ્યા છે. ઘાટ પર સ્મશાન માટે કોઈ સ્થાન મળ્યું નથી. અંતિમ સંસ્કારની વ્યવસ્થાના અભાવે લોકો ઘાટ નજીક મૃતદેહને દફનાવી રહ્યા છે.

કાનપુરમાં રેતીમાંથી ઘણા મૃતદેહો મળી આવ્યા
કાનપુરમાં રેતીમાંથી ઘણા મૃતદેહો મળી આવ્યા
author img

By

Published : May 14, 2021, 12:27 PM IST

  • વીડિયોગ્રાફી કર્યા પછી ફરીથી મૃતદેહોને દફનાવી દીધા
  • ઘાટ પર લાકડાની અછતના કારણે લોકો મૃતદેહને દફનાવી રહ્યા છે
  • વરસાદને કારણે મૃતદેહો ઉપરની રેતી ધોવાઈ ગઈ

કાનપુર: દેશભરમાં કોરોનાનો કહેર યથાવત્ છે. રેકોર્ડ કેસ અને મૃત્યુથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. UPની હાલત પણ ખરાબ છે. કાનપુરમાં સંક્રમણની ગતિ ધીમી થઈ ગઈ છે, પરંતુ મૃત્યુઆંક હજી અટકવાનું નામ નથી લઈ રહ્યો. લોકોને સ્મશાન ઘાટ અને ઇલેક્ટ્રિકલ સ્મશાન કેન્દ્રમાં સ્મશાન માટે સ્થાન મળતું નથી. કાનપુરનો શિવરાજપુર ઘેરેશ્વર ઘાટ પણ આજ સ્થિતિમાં છે. ઘેરેશ્વર ઘાટ પર સેંકડો મૃતદેહો પણ દફનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લાકડાની અછત અને મોંઘા લાકડાને કારણે ગ્રામજનોએ મૃતદેહને દફનાવી દીધો છે.

આ પણ વાંચો: રાજકોટ રામભરોસે, અંતિમવિધિ માટે એક સાથે અનેક મૃતદેહો ભેગા રાખવા પડ્યા

એપ્રિલ મહિનામાં રેકોર્ડ મૃતદેહો છેલ્લા અંતિમ સંસ્કાર માટે અહીં આવ્યા

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વીડિયોગ્રાફી કર્યા પછી ફરીથી મૃતદેહોને દફનાવી દીધા હતા. લોકોનું કહેવું છે કે, ઘાટ પર લાકડાની અછત છે જેના કારણે લોકો મૃતદેહને દફનાવી રહ્યા છે. આ પહેલીવાર થયું છે, કારણ કે એપ્રિલ મહિનામાં રેકોર્ડ મૃતદેહો છેલ્લા અંતિમ સંસ્કાર માટે અહીં આવ્યા છે.

કાનપુરમાં રેતીમાંથી ઘણા મૃતદેહો મળી આવ્યા

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાંથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત

ગ્રામજનો પાસેથી બાતમી મળ્યા બાદ મૃતદેહો ફરીથી યોગ્ય રીતે ઢાંકી દેવાયા

CO બિલૌર રાજેશ કુમારે કહ્યું કે, કેટલાક શબને શિવરાજપુરના ઘેરેશ્વર ઘાટ પર દફનાવવામાં આવ્યા હતા. વરસાદને કારણે મૃતદેહો પરની રેતી ધોવાઈ ગઈ હતી. ગ્રામજનો પાસેથી બાતમી મળ્યા બાદ મૃતદેહો ફરીથી યોગ્ય રીતે ઢાંકી દેવાયા છે. આ પહેલા ઉન્નાવના બક્સર ઘાટ પર પણ મૃતદેહને દફન કરવાનો મામલો સામે આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.