- વેશ બદલીને હૉસ્પિટલોમાં સુવિધાઓનું નિરીક્ષણ કરે છે મનસુખ માંડવિયા
- સફદરજંગ હૉસ્પિટલમાં વેશ બદલીને પહોંચ્યા, ગાર્ડે ડંડો માર્યો
- AIIMSમાં પણ વેશ બદલીને ગયા, હૉસ્પિટલોની સુવિધામાં જોવા મળી ખામીઓ
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા પદ સંભળતા જ એક્શન મોડમાં આવી ચૂક્યા છે. તેઓ પોતાની ઓળખ છૂપાવીને હૉસ્પિટલોની મુલાકાત લેતા રહે છે. કેટલાક અહેવાલો પ્રમાણે આ વખતે તેમણે પોતાની ઓળખ છૂપાવીને AIIMSની મુલાકાત લીધી, જ્યાં તેમણે દર્દી બનીને ત્યાંની વ્યવસ્થાઓ તેમજ સુવિધાઓની નિરીક્ષણ કર્યું. આ પહેલા તેઓ સફદરજંગ હૉસ્પિટલમાં પણ પહોંચ્યા હતા, જ્યાં ગાર્ડે ડંડાથી માર્યા હતા. તો AIIMSમાં કોઈ તેમને ઓળખી શક્યું નહીં.
સજા આપવાના નહીં, વ્યવસ્થા સુધારવાના પક્ષમાં
રસપ્રદ વાત એ છે કે તેમણે આ અનુભવને પીએમ નરેન્દ્ર મોદી સાથે શેર કર્યો. જેના પર વડાપ્રધાન મોદીએ પૂછ્યું કે, શું તેમણે તે ગાર્ડની વિરુદ્ધ કોઈ એક્શન લીધી જેણે તેમને હૉસ્પિટલમાં બેસવા પર ડંડાથી માર્યા હતા? તો સ્વાસ્થ્ય પ્રધાને વિનમ્રતાપૂર્વક કહ્યું કે, તેઓ કોઈને સજા આપવાના પક્ષમાં નથી, પરંતુ હૉસ્પિટલોની સંપૂર્ણ વ્યવસ્થા સુધારવા ઇચ્છે છે.
વૃદ્ધને સ્ટ્રેચરની જરૂર હતી, પરંતુ મદદ ના મળી
હૉસ્પિટલમાં નિરીક્ષણ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીને અનેક પ્રકારની અનિયમિતતા જોવા મળી હતી. ત્યાં એક 75 વર્ષીય વૃદ્ધને સ્ટ્રેચરની જરૂરીયાત હતી, પરંતુ હાજર રહેલા સિક્યુરિટીગાર્ડે કોઈ મદદ કરી નહીં. રિપોર્ટ પ્રમાણે સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે, બેંચ પર બેસવા દરમિયાન એક ગાર્ડે તેમને ડંડો માર્યો હતો. મનસુખ માંડવિયાએ સફદરજંગ હૉસ્પિટલમાં 4 સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓના ઉદ્ઘાટન દરમિયાન આ સંપૂર્ણ ઘટનાનો ઉલ્લેખ કર્યો.
સ્વાસ્થ્ય મંત્રીઓ ડૉક્ટરોની પ્રશંસા કરી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાકાળમાં ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલા કાર્યોની ભરપૂર પ્રશંસા કરી અને કહ્યું કે, ડૉક્ટરોએ ટીમવર્કમાં કામ કરવું જોઇએ. તેમણે આશા વ્યક્ત કરી કે આ હૉસ્પિટલ પોતાની છાપ બદલવા માટે એક પ્રેરણા તરીકે કામ કરશે.
વધુ વાંચો: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને મળ્યા
વધુ વાંચો: પંજાબના નવા મુખ્યપ્રધાન મહિલા સુરક્ષા માટે ખતરો, CM બનવાને પણ લાયક નહિં: મહિલા આયોગ