નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સોમવારે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય પ્રધાનો સાથે કોવિડ કેસોની સંખ્યામાં (India Corona Update) ભારે વધારાને લઈને પરિસ્થિતિની સમીક્ષા બેઠક (CORONA REVIEW MEETING) કરશે. મળતી માહિતી પ્રમાણે, કેન્દ્રીય પ્રધાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના આરોગ્ય પ્રધાનો સાથે ડિજિટલ માધ્યમથી જોડાશે.
આ પણ વાંચો: ભારતમાં 1,59,632 કોરોના કેસ નોંધાયા, ટેસ્ટ પોઝિટિવિટી રેટ 10.21 ટકા
વડાપ્રધાને પણ કરી હતી સમીક્ષા બેઠક
વડાપ્રધાન મોદીએ પણ રવિવારના દિવસે દેશમાં કોરોના અંગેની સમીક્ષા (PM MODI CORONA REVIEW) કરી હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં રવિવારે (Indias Test Positivity Rate) 1,59,632 નવા કોરોના કેસ, 40,863 રિકવરી અને 327 મૃત્યુ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસ 5,90,611 પર પહોંચી ગયા છે અને અત્યાર સુધીમાં 3,44,53,603 લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં સતત ચોથા દિવસે એક લાખથી વધુ કેસ નોંધાયા હોવાથી ડેઈલી પોઝિટિવિટી રેટ 10 ટકા વટાવીને 10.21 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે વિકલી પોઝિટિવિટી રેટ 6.77 પર છે.
આ પણ વાંચો: રાજ્યમાં 6275 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં