- દેશવાસીઓ સાથે વડાપ્રધાન મોદીએ કર્યો સંવાદ
- ચક્રવાત પ્રભાવિત રાજ્યોએ હિંમત દેખાડી: વડાપ્રધાન મોદી
- કોરોના મહામારીને કારણે ઓક્સિજનની માગમાં વધારો
નવી દિલ્હી: રેડિયો કાર્યક્રમ મન કી બાત (Mann ki baat)માં વડાપ્રધાન મોદી (PM narendra modi)એ આજે દેશવાસીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, દેશ કોરોના સામે સંપૂર્ણ તાકાતથી લડી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં ભારતને બે ચક્રવાત (Cyclone)નો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે, સારી તૈયારીને કારણે આફતમાં વધુ લોકોનો જીવ બચાવવામાં આવી રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો: કોવિડ -19: કેન્દ્ર દ્વારા મૃત આશ્રિતો માટે પેન્શનની જાહેરાત કરવામાં આવી
કોરોના મહામારીને કારણે ઓક્સિજનની માગમાં વધારો
વડાપ્રધાન મોદી (PM narendra modi)એ કહ્યું કે, કોરોના મહામારીને કારણે ઓક્સિજનની માગમાં વધારો થયો હતો. ઓક્સિજનના સપ્લાઈ માટે યુદ્ધના ધોરણે કામ થયું. તેઓએ કહ્યું કે, સ્વાસ્થ્યકર્મીઓએ પોતાની ચિંતા કર્યા વિના કામ કર્યું.
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ સાથે સંવાદ કર્યો
રેડિયો કાર્યક્રમ મન કી બાત (Mann ki baat)માં વડાપ્રધાન મોદી (PM narendra modi)એ દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. ભાજપ (BJP)ના અધિકારીક ટ્વિટર હેન્ડલ પર જાહેર કરાયેલી સૂચના મુજબ, વડાપ્રધાન મોદી પોતાના વિચાર શેર કરવાની સાથે સાથે આત્મનિર્ભર ભારત સાથે જોડાયેલી વાતોનો પણ ઉલ્લેખ કરશે.
આ પણ વાંચો: Mann ki baat: આજે દેશવાસીઓ સાથે સંવાદ કરશે વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદ્મ શ્રી વિજેતા ડૉ.શશાંક જોશી સાથે કરી વાત
વડાપ્રધાન મોદીએ સંવાદ દરમિયાન ડૉ. જોશી (Dr. Shashank Joshi) સાથે કોરોના વાઈરસના મ્યૂટેશન પર વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, 'તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. તેમાં પરીવર્તન થતું રહે છે, જેવી રીતે આપણે આપણા કપડા બદલીએ છીએ તેવી જ રીતે વાઈરસ પોતાના રંગ બદલે છે. ડરવાની કોઈ જરૂર નથી અને આપણે આ લહેરને પણ પાર કરી લઈશું' તેઓએ જણાવ્યું કે, કોરોના પાસે 14થી 21 દિવસનો સમય હોય છે જેમાં ડૉકટરની સલાહ લેવી જોઈએ.