ETV Bharat / bharat

Mann Ki Baat 100th Episode: આઝાદીના અમૃતકાળમાં આજ પોઝિટિવિટી દેશને આગળ લઈ જશે

author img

By

Published : Apr 30, 2023, 9:14 AM IST

Updated : Apr 30, 2023, 11:35 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ દેશ અને દુનિયાના જુદા જુદા ભાગમાં સાંભળવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરમાં લોકપ્રિય રહ્યો છે. આ કાર્યક્રમનો 100 મો એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન મોદી ફરી એકવખત કોઈ નવા વિષયને લઈને વાત કરવાના છે. આ કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં મોટા આયોજન થયા છે. મન કી બાત સાંભળવા માટે અનેક લોકો એકઠા થયા હતા. વડાપ્રધાન મોદી આ એપિસોડમાં કઈ કઈ વાત કરી ગયા. વાંચો શબ્દસઃ

Mann Ki Baat 100th Episode: વડાપ્રધાન મોદીની મન કી બાતનું UNમાં લાઈવ પ્રસારણ, 100 હપ્તા પૂરા

નવી દિલ્હીઃ આજે 100 મો એપિસોડ છે. લાખો સંદેશ અને હજારો ચિઠ્ઠીઓ મળી છે. મેં પ્રયાસ કર્યા છે કે, એ તમામને વાંચું અને સંદેશાઓ વાચું, પત્રો વાંચીને ભાવુંક થયો છું, મન કી બાતના એપિસોડ પર શુભેચ્છા પાઠવી છે. શુભેચ્છાઓના પાત્ર મન કી બાતના શ્રોતાઓ છે. દરેક ભારતીયોના મન અને ભાવિનાઓની વાત છે. 3 ઓક્ટોબર 2014 વિજયાદશમીના દિવસે આ મન કી બાત યાત્રા શરૂ કરી હતી. વિજયદશમી એટલા બુરાઈ પર અચ્છાઈની જીત, મનકી બાત પણ દેશવાસીઓની પોઝિટિવિટીનું પર્વ બની ગયું છે. જે દર મહિને આવે છે. જેની સૌ કોઈ રાહ જોતા હોય છે. જેમાં પોઝિટિવિટીને સેલિબ્રેટ કરવામાં આવે છે. મન કી બાતને આટલા વર્ષો થઈ ગયા એ માન્યમાં આવતું નથી. દરેક એપિસોડ ખૂબ ખાસ રહ્યો છે. દરેક વખતે એમાં કંઈક નવું જોવા મળ્યું છે.

સારા ગુણની પૂજા કરોઃ મન કી બાત બીજાના ગણની પૂજા કરવા બરોબર છે. મારા ગુરૂ કહેતા હતા કે, દરેકના સારા ગુણની પૂજા કરવી જોઈએ. એનામાંથી કંઈક શીખવું જોઈએ. આ વાતથી હું પ્રેરાયો છું. મન કી બાત બીજાના ગુણમાંથી કંઈક શીખવાનું માધ્યમ છે. આ કાર્યક્રમે મને કોઈના થી દૂર થવા દીધો નથી. ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે દરેક લોકો સાથે મળવાનું થતું હતું. મુખ્યમંત્રીના પદેથી અવારનવાર મળવાનું થતું રહે છે. દિલ્હી આવ્યા બાદ ખ્યાલ આવ્યો કે, કામકાજથી લઈ જવાબદારી ખૂબ અલગ છે. સુરક્ષાથી લઈને સમય મર્યાદા સુધી. દિલ્હીમાં ખાલી ખાલી લાગતું હતું. 50 વર્શ પહેલા ઘર એટલા માટે છોડ્યું ન હતું કે, દેશવાસીઓ સાથે સંપર્ક તૂટી જાય.

લોકો સાથે જોડી રાખ્યોઃ મન કી બાત આ પડકારનો ઉકેલ આપ્યો. સામાન્ય માણસ સાથે જોડવાનો રસ્તો આપ્યો. પદભાર અને પ્રોટોકોલ મર્યાદિત રહ્યા. દર મહિને લોકોના સંદેશો વાચું છું. અદભૂત સ્વરૂપના દર્શન કરૂ છું. લોકોની પરાકાષ્ઠા મહેસુસ કરી રહ્યો છે. મને લાગતું જ નથી કે દેશવાસીઓ દૂર છું. મારા માટે આ કોઈ કાર્યક્રમ નથી આસ્થા પૂજા અને વ્રત છે. જેવી રીતે લોકો ઈશ્વરની પૂજા કરે છે. તો પ્રસાદી લાવે છે. મારા માટે મન કી ઈશ્વર રૂપી પ્રજા માટે એક પ્રસાદની થાળી સમાન છે. મન કી બાત આધ્યાત્મિક યાત્રા સમાન છે. મન કી બાત સ્વથી સમષ્ટિ સુધીની યાત્રા, મૈં નહીં તું હી એક સાધના છે. 30 વર્ષથી લોકો એવા છે જે પોતાની રીતે તળાવ બનાવી રહ્યા છે. કેટલાક લોકો ગરબીના ઈલાજમાં કરે છે. બાળકોને અભ્યાસ કરાવે છે. આવા દ્રષ્ટાંતોથી ભાવુંક થયો છું. આજે એ તમામ વસ્તુઓ સામે તરવરી રહી છે. આ કાર્યક્રમે મને પ્રેરણા આપી છે. જે લોકોનો અહીં ઉલ્લેખ કરૂ છું એ તમામ હીરો છે. જેનાથી આ કાર્યક્રમ જીવંત થયો છે. આ મારી ઈચ્છા છે કે, આ તમામ હીરો પાસે જઈને એમની યાત્રા વિશે જાણીએ.

હરિયાણાના સુનિલ જગલાંની સાથે વાતઃ એટલો પ્રભાવ એટલા માટે કારણ કે, હરિયાણામાં જેન્ડર રેશિયો પર ચર્ચા થઈ હતી. બેટી બચાવો બેટી પઢાવો હરિયાણાથી શરૂ થયો હતો. પછી તેણે સેલ્ફી વીથ ડોટર અભિયાન શરૂ કર્યો છે. જેને મારૂ ધ્યાન ખેંચ્યું છે. એમાં મુદ્દો દીકરીનો હતો. જેમાં દીકરીનું સ્થાન કેટલું હોય એ આ અભિયાનથી પ્રગટ થયું છે. આજે હરિયાણામાં જેન્ડર રેશિયોમાં સુધારો થયો છે. સુનિલજી સેલ્ફી વિથ ડૉટર દરેકને વાત છે. સુનિલઃ અમારા પ્રદેશથી જે શરૂઆત કરી છે. જેને આપના નેતૃત્વમાં દેશવાસીઓએ સ્વીકાર્યો છે. આ મારા માટે એક મોટી વાત છે, નંદીની અને યાચિકા તમને થેંક્યુ કહે છે. જેને પોતાના ક્લાસમાં જઈને પત્રો લખાવ્યા હતા.

મંજૂર અહેમદની વાતઃ જ્યારે પણ મહિલાની વાત કરી છે. છત્તીસગઢની દેવ ગામની મહિલાઓ પોતાની રીતે જ રસ્તા, ચાર રસ્તાઓ અને મંદિર સફાઈ માટે અભિયાન ચલાવે છે. તમિલનાડુંની મહિલાઓ ટેરાકોટા કપ તૈયાર કર્યા છે. તમિલનાડુંમાં જ 20000 મહિલાઓએ નદીને ફરી જીવંત કરી છે. આવા કેટલાક અભિયાનને મહિલાઓએ વેગ આપ્યો છે. જમ્મુ મંજૂર અહેમદની વાત કહીને મને ખૂબ સારૂ લાગ્યું છે. પેન્સિલ સ્લેટ વાળી વાત કરી ત્યારથી કામ વધી ગયું છે. અત્યારે 200થી પણ વધારે લોકોને રોજગારી મળી રહી છે. આગામી મહીનામાં મંજૂર તરીકે હું આગળ વધારીશ. મોદીએ જણાવ્યું હતું કે, આની ઓળખ બની છે અને 200થી વધારે લોકોને રાજગારી આપી રહ્યા છો એ ખૂબ સારી વાત છે. જ્યારે મંજૂરે કહ્યું હતું કે, અહીં લોકો આ રોજગારીથી ખૂબ ખુશ છે. આગામી મહિનામાં યુવાનો જોડીને કામ કરવાની ઈચ્છા છે. મોદીએ જણાવ્યું હતું કે, ગામના તમામ લોકોને ખેડૂતો તથા સાથી મિત્રોને શુભેચ્છાઓ છે.

મણીપુરની વિજયશાંતિઃ કમળના રેશામાંથી કપડાં બનાવતા હતા. આ કાર્યક્રમમાં એના ઈકો ફ્રેન્ડલી આઈડિયાની વાત થઈ હતી. વિજય શાંતીએ જણાવ્યું હતું કે, અત્યારે 30 લોકોની ટીમ સાથે કામ કરી રહી છું. મારો ટાર્ગેટ 100 મહિલાઓ સુધી પહોંચવાનો છે. મન કી બાતથી આખા દેશમાંથી મને સંપર્કો મળ્યા છે. માર્કેટ મળ્યું છે. અમેરિકામાંથી પણ સંપર્કો મળ્યા છે. સ્પેઈન અને અમેરિકામાંથી ઓર્ડર મળી રહ્યા હતા. હવે આ તો લોકલ ટુ ગ્લોબલ બની રહ્યું છે. શુભેચ્છાઓ.

આંદોલનને વેગ મળ્યોઃ મન કી બાતમાંથી કેટલાય અભિયાન શરૂ થયા છે. જેમ કે, દેશી રમકડાં, પશુઓને વેગ, નાના દુકાનદારો સાથે ભાવ-તાલ નહીં થાય, જ્યારે હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું ત્યારે મન કી બાતથી ખૂબ એને વેગ મળ્યો હતો. મન કી બાતમાં પ્રદીપ સાંગવાનની હિલિંગ હિમાલયા અભિયાનની ચર્ચા કરી હતી. તમે હિમાલયને હિલ કરવા અભિયાન ચલાવ્યું હતું. પ્રદીપે જણાવ્યું હતું કે, જે પાંચ વર્ષનું કામ છે એ એક વર્ષમાં થયું છે. કેટલાક લોકો સપોર્ટ કરતા ન હતા. પણ મન કી બાતમાં ઉલ્લેખ થયો એ પછી આખો માહોલ બદલી ગયો. આજે અમે પાંચ ટન કચરો ભેગો કરી રહ્યા છીએ. જેને રીકંપોઝ કરવામાં આવી રહ્યો છે. એ પછી તો અનેક એવા લોકો અમારી સાથે જોડાઈ ગયા. અમારા કામને તમે ધ્યાને લીધુ અને એટલી સારી રીતે ઉલ્લેખ કર્યો એ મારા માટે મોટી વાત છે. મોદીએ જણાવ્યું કે, તમે પહાડના સાચા રક્ષક છો. હવે મોટી ટીમ બની રહી છે. દરરોજ કામ કરી રહ્યો છો, મને વિશ્વાસ છે કે, હજુ પણ ઘણા પર્વતારોહી સ્વચ્છના ફોટો પોસ્ટ કરી રહ્યા છે. આ અભિયાનથી પર્યાવરણની સુરક્ષા થઈ રહી છે. હિમાલયની ચોખાઈ માટે દરેક વ્યક્તિ જોડાઈ રહ્યો છે.

પ્રવાસનને વેગઃ પ્રવાસનને વેગ મળી રહ્યો છે. ગ્રો કરી રહ્યું છે. પ્રકૃતિના તત્ત્વો કે તીર્થ સ્થાનને સ્વચ્છ રાખવા જરૂરી છે. જે પ્રવાસને વેગ આપે છે. ઈન્ક્રિડિબલ ઈન્ડિયાથી એવી જગ્યાઓ વિશે જાણવા મળ્યું જે એની આસપાસ જ હતી. વિદેશમાં જતા પહેલા ઓછામાં ઓછા 15 પ્રવાસન સ્થળ ફરવા જોઈએ. જે આપણા રાજ્યના નહીં પણ બીજ રાજ્યના હોવા જોઈએ. ઈવેસ્ટ ઉપર પણ વાત કરી છે. આજે સમગ્ર દુનિયા પર્યાવરણના ઈસ્યુને લઈને પરેશાન છે. એની સામે મન કી બાતે મોટો ઉકેલ આપ્યો છે. યુનેસ્કોના ડીજીએ તમામ દેશવાસીઓને 100 એપીસો઼ડની જર્ની માટે શુભેચ્છા આપી છે. એમના પ્રશ્નો હતા કે, વડાપ્રધાનજી, આભારી છું કે, આ એપિસોડ સાંભળવાની તક મળી છે. દરેક વિસ્તારમાંથી આવતા દરેક વિષયને અહીં આવરી લેવાયા છે. જેમાં એજ્યુકેશનથી લઈને દરેક મુદ્દાનો સમાવેશ થાય છે.

ખૂબ ખૂબ આભારઃ એજ્યુકેશન અને સંસ્કૃતિ સંરક્ષણને લઈને જાણકારી માગી છે. આ બન્ને વિષય મન કી બાતના પસંદગીના રહ્યા છે. એના સંરક્ષણની વાત હોય કે સુધારાની. આ દિશામાં જે રીતે દેશ કામ કરી રહ્યો છે એ સરહાનીય છે. પ્રાદેશિક ભાષાની વાત હોય કે ટેકનોલોજીથી અભ્યાસ. વર્ષો પહેલા ગુજરાતમાં ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જનભાગીદારની મિસાલ બન્યા છે. જેમાં અનેક લોકોના પ્રયાસોને અમે હાઈલાઈટ કર્યા છે. ઓડિશામાં અમે દીપ પ્રકાશ રાવની ચર્ચા કરી હતી. ઝારખંડના ગ્રામ્ય વિસ્તારમાં ઈ લાયબ્રેરી ચાલી રહી છે. આ તમામ વાત મન કી બાતમાં લીધી છે. દેશના દરેક ખૂણામાંથી લોકોએ મને પત્ર લખીને ઉદાહરણ રજૂ કર્યા છે. સ્પર્ધા પણ યોજી હતી જેમાં રંગોળીનો પણ સમાવેશ કરાયો હતો.

આ વર્ષે આઝાદીના અમૃત વર્ષના આગળ વધી રહ્યા છે. જી 20ના કાર્યક્રમ કરી રહ્યા છીએ. ઉપનીષદનો મંત્ર માનસને પ્રેરણા આપી રહ્યો છે. ચાલતા રહો...ચાલતા રહો. આજે આ જ ભાવના સાથે મન કી બાતનો 100 મો એપિસોડ પૂરો કરી રહ્યા છીએ, મન કી બાત માળાના મણકા જેવો છે. જે દરેકને જોડે છે. આ કાર્યક્રમમાં દરેક એકબીજાની પ્રેરણા બની રહ્યા છે. દરેક એપિસોડ આગામી એપિસોડ માટે ગ્રાઉન્ડ વર્ક તૈયાર કરે છે. આઝાદીના અમૃતકાળમાં આજ પોઝિટિવિટી દેશને આગળ લઈ જશે. મન ખુશી છે કે, મન કી બાતથી જે શરૂઆત થઈ છે જે એક પરંપરા બની રહી છે. આકાશવાણીના લોકોને પણ થેંક્યુ કે, જે ધૈર્ય સાથે સમગ્ર કાર્યક્રમ રેકોર્ડ કરે છે. શ્રોતાઓની શક્તિથી આ શક્ય બન્યું છે. મને વિશ્વાસ છે કે, તમે સૌ મારા ભાવને સમજશો અને ભાવનાઓને પણ સમજશો. પરિવારના સભ્ય તરીકે મન કી બાત થકી તમારા વચ્ચે રહ્યો છું અને વચ્ચે રહીશ. નવા વિષય અને જાણકારી સાથે.

આ પણ વાંચોઃ Mann Ki Baat : ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટ મન કી બાતમાં દિલ્હી મહેમાન પદે

USAમાં પ્રસારિત થશેઃ જોકે, આ સમય દરમિયાન ન્યૂયોર્કમાં રાતના 1:30 વાગ્યા હશે. તે ઓલ ઈન્ડિયા રેડિયો સહિત વિવિધ પ્લેટફોર્મ પર સાંભળી શકાય છે. મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ સાંભળવા માટે ભાજપે ખાસ તૈયારીઓ કરી છે. દિલ્હીમાં 6530 જગ્યાએ સાંભળવામાં આવશે. જ્યારે ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં આ કાર્યક્રમને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરમાં આગલા દિવસથી તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી.

અનેક સંગઠન જોડાશેઃ આ સાથે, ઘણી નાગરિક સંસ્થાઓ, આરડબ્લ્યુએ અને વેપારી સંસ્થાઓએ પણ તેમના પોતાના માધ્યમથી વિવિધ સ્થળોએ મન કી બાત કાર્યક્રમ સાંભળવાની જાહેર વ્યવસ્થા કરી છે. યુ.એસ.માં ભારતીય મિશનએ પણ શનિવારે ટ્વિટ કર્યું, 'મન કી બાત યુએન હેડક્વાર્ટરમાં પ્રસારિત થતાં જ વૈશ્વિક બની રહેશે. એક રીપોર્ટ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' સરકારના નાગરિક-પ્રસારણ કાર્યક્રમનો મુખ્ય આધારસ્તંભ બની ગયો છે. જે મહિલાઓ, યુવાનો, ખેડૂતો જેવા અનેક સામાજિક જૂથોને સંબોધિત કરે છે. આ કાર્યક્રમ દેશના વિવિધ સમુદાયોને જોડે છે. સંશોધન અહેવાલમાં મન કી બાત, સ્વચ્છતા, આરોગ્ય, સુખાકારી, જળ સંરક્ષણ અને ટકાઉપણું સાથે સંકળાયેલા પાંચ મુખ્ય વિષયોની ઓળખ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ karnataka Assembly Election 2023: પીએમ મોદીનો બેંગલુરુમાં ભવ્ય રોડ શો

પ્રતિભાઓને સન્માનઃ આ કાર્યક્રમ લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યો છે. લોકોને સારા કામ તરફ પ્રેરિત કરી રહ્યો છે. આ કાર્યક્રમ હેઠળ ઘણા સમુદાયોને લાભ મળી રહ્યો છે, લોકોને દેશની પ્રતિભાઓ વિશે જાણકારી મળી રહી છે. જેમને યોગ્ય ઓળખ મળી રહી નથી. આ બાબતોનો ઉલ્લેખ રિસર્ચ રિપોર્ટ 'મન કી બાતઃ અ ડીકેડ ઓફ રિફ્લેક્શન્સ'માં કરવામાં આવ્યો છે. મન કી બાતનો 100મો એપિસોડ રવિવારે પ્રસારિત થશે. 'મન કી બાત'નું ટેલિકાસ્ટ તારીખ 3 ઓક્ટોબર 2014ના રોજ શરૂ થયું હતું. તે 52 ભારતીય ભાષાઓ - બોલીઓ અને 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. તારીખ 27 જાન્યુઆરી 2015ના રોજ વડાપ્રધાન મોદીની સાથે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Last Updated : Apr 30, 2023, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.