ETV Bharat / bharat

Mann Ki Baat 100 Episode: અત્યાર સુધીના એપિસોડમાં વડાપ્રધાન મોદીએ જે મુદ્દાઓ પર ચર્ચા કરી જાણો એનું લીસ્ટ

author img

By

Published : Apr 30, 2023, 11:00 AM IST

આજે એટલે કે 30 એપ્રિલે PM નરેન્દ્ર મોદી ફરી એકવાર 100માં મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે જોડાશે. ઓક્ટોબર 2014 થી માર્ચ 2023 સુધી 99 એપિસોડ આવ્યા છે. હવે ભાજપે 100મી મન કી બાતને યાદગાર બનાવવા માટે દેશભરમાં તૈયારીઓ કરી લીધી છે. ખાસ વાત એ છે કે આ વખતે આ એપિસોડનું યુએનના હેડક્વાર્ટરથી લાઈવ ટેલિકાસ્ટ પણ થશે. રાજકારણ ઉપરાંત આ કાર્યક્રમ જનભાવનાથી પ્રેરિત છે. આ કાર્યક્રમમાં પીએમ દ્વારા અત્યાર સુધી દેશની ઘણી વાતો શેર કરવામાં આવી છે. આ પ્રોગ્રામ દ્વારા સામાન્ય લોકોને પણ તેમના કામ માટે વિશ્વમાં ઓળખ મળી છે.

Mann Ki Baat 100 Episode: અત્યાર સુધીના એપિસોડમાં વડાપ્રધાન મોદીએ જે મુદ્દાઓ પર ચર્ચા કરી જાણો એનું લીસ્ટ
Mann Ki Baat 100 Episode: અત્યાર સુધીના એપિસોડમાં વડાપ્રધાન મોદીએ જે મુદ્દાઓ પર ચર્ચા કરી જાણો એનું લીસ્ટ

નવી દિલ્હીઃ પીએમ મોદી તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા સીધા સામાન્ય લોકો સાથે જોડાય છે. આ કાર્યક્રમ સરકારના મિશન અને ઉદ્દેશ્ય પર એક દૃષ્ટિકોણ રજૂ કરે છે. મન કી બાત કાર્યક્રમની વિશેષતા એ છે કે, દેશના મોટાભાગના લોકો પીએમ મોદી સાથે સીધો સંવાદ કરે છે. જેઓ પોતાના કાર્ય દ્વારા સમાજ અને દેશનું ભલું કરે છે. તેઓ પણ પોતાનો અનુભવ જણાવે છે. મન કી બાત કાર્યક્રમ અત્યાર સુધી સંપૂર્ણપણે બિનરાજકીય કાર્યક્રમ રહ્યો છે.

આ પણ વાંચોઃ karnataka Assembly Election 2023: પીએમ મોદીનો બેંગલુરુમાં ભવ્ય રોડ શો

અમિત શાહની વાતઃ આ કાર્યક્રમ દેશ દરરોજ જે મુદ્દાઓ અને પડકારોનો સામનો કરે છે અને તેના નાગરિકો નવા ભારતના નિર્માણમાં કેવી રીતે યોગદાન આપી શકે તેની સતત ચર્ચા કરે છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જનતા અને નેતા વચ્ચેના સંવાદથી જ લોકશાહીનો પાયો મજબૂત થાય છે. શાહે કહ્યું કે, તે આશ્ચર્યજનક છે કે એક રાજકીય નેતાએ 99 એપિસોડમાં લોકો સાથે વાતચીત કરી, પરંતુ એક પણ રાજકીય મુદ્દો ઉઠાવ્યો નથી.

મન કી બાતના મુખ્ય મુદ્દાઓઃ પીએમ મોદીની મન કી બાતના એપિસોડ પ્રાદેશિક, ભાષાકીય અને ભૌગોલિક અવરોધોને પાર કરીને રાજકારણથી મુક્ત રહ્યા. આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે આમાં એવા લોકોને હાઈલાઈટ કરવામાં આવ્યા હતા, જેઓ ક્યારેય દેશ અને દુનિયાની સામે આવ્યા નથી. મન કી બાત કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ- સ્વચ્છતા, આત્મનિર્ભરતાની જાગૃતિ, કોવિડ યોદ્ધાને પ્રોત્સાહન, ફિટ ઈન્ડિયા, દીકરી બચાવો, પાણી બચાવો, સ્થાનિક લોકો માટે અવાજ, આરોગ્ય, ખેડૂતોની આવક, યુવાનોનું શિક્ષણ, યોગ, રમતગમત, હિંસા, રસ્તાએ સલામતી, અંગ દાન, ઓર્ગેનિક ફાર્મિંગ, સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્ટેન્ડઅપ ઈન્ડિયા, ખાદી, રમકડાંનું ઉત્પાદન વગેરે અભિયાન ચલાવીને દરેકને નવી ઉડાન આપી.

આ પણ વાંચોઃ Mann Ki Baat 100th Episode: વડાપ્રધાન મોદીની મન કી બાતનું UNમાં લાઈવ પ્રસારણ

સ્પેશ્યલ એપિસોડ રહેશેઃ વડાપ્રધાન મોદિની મનની કી બાતનો 100મો એપિસોડ ખૂબ સ્પેશ્ય રહેવાનો છે. આ એપિસોડમાં તેઓ ખેડૂતોને વેગ મળે એવા મુદ્દાઓની વાત કરી શકે છે. ખાસ વાત એ છે કે, લોકો ડાયરેક્ટ વડાપ્રધાન સાથે જોડાઈને જે તે કલાથી લઈને સિદ્ધિ સુધીની વાત કરી શકે છે. જોકે, આ પહેલાના પણ ઘણા એપિસોડમાં વડાપ્રધાન મોદી નાના એવા ગામડાંના લોકોને પ્રોત્સાહિત કરી ચૂક્યા છે. એમની સિદ્ધિને નોંધપાત્ર રીતે ધ્યાને લઈને વાત કરી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.