ETV Bharat / bharat

Excise Policy Case: જેલમાંથી બહાર આવ્યા બાદ પણ પત્નીને ન મળી શક્યા મનીષ સિસોદિયા - GIVEN PERMISSION WITH THESE CONDITIONS

દિલ્હીના કથિત એક્સાઈઝ કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવ્યાના 97 દિવસ બાદ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા આજે પહેલીવાર તેમની પત્નીને મળવા ગયા હતા, પરંતુ તે પહેલાં તેમની પત્નીની તબિયત બગડી ગઈ હતી. તેમને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોર્ટે મનીષને તેના ઘરે સાત કલાક રહેવાનો સમય આપ્યો હતો.

MANISH SISODIA WILL MEET HIS WIFE TODAY AFTER 97 DAYS THE COURT HAS GIVEN PERMISSION WITH THESE CONDITIONS

author img

By

Published : Jun 3, 2023, 6:59 PM IST

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ નાયબ સીએમ મનીષ સિસોદિયાને હાઈકોર્ટે તેમની પત્નીને મળવાની મંજૂરી આપી હતી. આજે સવારે 9:40 વાગ્યે તેઓ મથુરા રોડ પર આવેલા સરકારી આવાસ પર પહોંચ્યા હતા, પરંતુ તે પહેલા તેમની પત્નીની તબિયત બગડતાં તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અગાઉ સિસોદિયાને કડક સુરક્ષા વચ્ચે પોલીસ વાનમાં તેમના ઘરે લાવવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસના 8 થી 10 જવાનો તેમની સુરક્ષામાં તૈનાત હતા. ગુલાબી ટી-શર્ટ અને ફોર્મલ પેન્ટ પહેરીને સિસોદિયા હસતાં હસતાં પોલીસ વાનમાંથી બહાર આવ્યા.

સિસોદિયાની પત્નીને છે આ બીમારી: મનીષ સિસોદિયાની પત્ની મલ્ટિપલ સ્ક્લેરોસિસની સમસ્યાથી પીડિત છે. તેમને થોડા દિવસ પહેલા એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની તબિયત વધુ એક વખત બગડી છે, ત્યારબાદ તેમને લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે મનીષની પત્નીને એપોલોમાં દાખલ કરવામાં આવી ત્યારે કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેને મળવા આવ્યા હતા. સિસોદિયાએ પત્નીની બિમારીના આધારે ત્રણ વખત જામીનની માંગણી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.

26 ફેબ્રુઆરીએ જ્યારે સિસોદિયા સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ માટે તેમના ઘરેથી નીકળ્યા ત્યારે તેમણે ભગત સિંહની જેમ માથા પર હળવી પીળી પાઘડી બાંધી હતી. સિસોદિયા ઘર પહેલા રાજઘાટ ગયા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, ત્યારબાદ સીબીઆઈ ઓફિસ પહોંચ્યા. સીબીઆઈ ઓફિસમાં નવ કલાકની લાંબી પૂછપરછ બાદ સાંજે સીબીઆઈ દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ સવાલોના સાચા જવાબ ન આપવા બદલ સિસોદિયાની ધરપકડ કરી હતી. ત્યારથી સિસોદિયા તિહાર જેલમાં બંધ છે. સિસોદિયાની 9 માર્ચે ઇડીએ તિહાર જેલમાંથી જ ધરપકડ કરી હતી.

દિલ્હી હાઈકોર્ટે આ શરતો પર મળવાની પરવાનગી આપી છે:

  1. મનીષ સિસોદિયા પોલીસની દેખરેખ હેઠળ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી તેની પત્નીને તેના ઘરે મળશે.
  2. આ દરમિયાન, તે તેના પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈને મળશે નહીં કે વાત કરશે નહીં.
  3. સિસોદિયા આ સાત કલાક દરમિયાન મીડિયા સાથે વાત પણ નહીં કરે.
  4. પત્ની સીમા સિસોદિયા સાથેની મુલાકાત દરમિયાન તે મોબાઈલ ફોન કે ઈન્ટરનેટનો ઉપયોગ પણ નહીં કરે.
  1. Delhi liquor scam: સિસોદિયાને આવતીકાલે 7 કલાક માટે પત્નીને મળવાની પરવાનગી મળી, ફોન અને ઇન્ટરનેટથી રહેશે દૂર
  2. Arvind Kejriwal: હેમંત સોરેન રાંચીમાં અરવિંદ કેજરીવાલને મળશે, રાજકીય સમીકરણ બંધાવવાની શક્યતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.