નવી દિલ્હીઃ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડના EDના મની લોન્ડરિંગ કેસમાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે મનીષ સિસોદિયા દિલ્હી હાઈકોર્ટમાં જશે.
CBI કેસમાં 12 મે સુધી કસ્ટડી: સિસોદિયા ED કેસમાં 29 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે. હવે જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં ED તેને શનિવારે કોર્ટમાં રજૂ કરશે અને તેની ન્યાયિક કસ્ટડી વધુ લંબાવવામાં આવશે. ગુરુવારે કોર્ટે સીબીઆઈ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી લંબાવી. અગાઉ સીબીઆઈ કેસમાં પણ રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. આ પછી સિસોદિયાએ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. ગુરુવારે હાઈકોર્ટમાં સિસોદિયાની જામીન અરજી પર પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: Rahul Gandhi: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટ આવતીકાલે કરશે સુનાવણી
સિસોદિયાના જામીનનો વિરોધ: જેમાં સીબીઆઈ તરફથી સિસોદિયાના જામીનનો વિરોધ કરતા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં સિસોદિયાની સંડોવણી અંગેના અનેક પુરાવા રજૂ કર્યા હતા. એ પણ કહ્યું કે જો સિસોદિયાને જામીન આપવામાં આવે છે, તો તેઓ કેસમાં સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડા કરવા સક્ષમ છે.
આ પણ વાંચો: Amritpal Letter: અમૃતપાલે ડિબ્રુગઢ જેલમાંથી વકીલને લખ્યો પત્ર, જાણો શું કહ્યું
શું છે મામલોઃ આરોપ છે કે 2021-2022 માટે દિલ્હીની નવી એક્સાઇઝ પોલિસીની તૈયારી દરમિયાન દારૂના વેપારીઓને ફાયદો પહોંચાડવા માટે દારૂના વેચાણ પર વેપારીઓને મળતું કમિશન 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યું હતું. જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. બદલામાં AAP નેતાઓએ 90 થી 100 કરોડ રૂપિયા લીધા હતા. આ પૈસા છુપાવવા માટે મની લોન્ડરિંગ પણ કરવામાં આવી હતી, જેના પર EDએ પણ કેસ નોંધ્યો છે. જ્યારે સીબીઆઈએ ભ્રષ્ટાચારના મામલામાં કેસ નોંધ્યો છે.