નવી દિલ્હી: ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને રાજીનામું આપી દીધું છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. વિવાદોમાં ફસાયા બાદ બંનેએ રાજીનામું આપી દીધું છે.
વિવાદોમાં ફસાયેલા હતા બંને નેતાઓ: ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને દિલ્હી સરકારમાં પ્રધાન પદ પરથી રાજીનામા આપી દીધા છે. AAPના આ બંને નેતાઓ વિવાદોમાં ફસાયેલા છે. મનીષ સિસોદિયાને થોડા દિવસો પહેલા સીબીઆઈ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા જ્યારે સત્યેન્દ્ર જૈન ઘણા મહિનાઓથી તિહાર જેલમાં બંધ છે.
આ પણ વાંચો: Nityananda Country Kailasa in UN Meeting: નિત્યાનંદના દેશ કૈલાસે યુએન મીટિંગમાં ભાગ લીધો !
સિસોદિયા પર એક્સાઇઝ પોલિસી કેસમાં કૌભાંડનો આરોપ: મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પછી મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીમાં સૌથી મોટા નેતા છે. તેમની પાસે દિલ્હી સરકારના કુલ 33 વિભાગમાંથી 18 છે. CBI દ્વારા મનીષ સિસોદિયાને 26 ફેબ્રુઆરીએ ગુનાહિત કાવતરું, પુરાવા ભૂંસી નાખવા અને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં પુરાવા સાથે ચેડા કરવા બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અગાઉ સીબીઆઈએ તેમને ત્રણ નોટિસ આપી હતી અને પૂછપરછ માટે તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. જ્યાં તેમની 8 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. આ સિવાય સિસોદિયાના ઘર, ઓફિસમાં દરોડા પાડીને દસ્તાવેજો અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Panjab News: અજનાલા જેવા દરોડાનો સામનો કરવા માટે પંજાબ પોલીસ કરી રહી છે 'ગતકા'ની તૈયારી
સત્યેન્દ્ર જૈન પર મની લોન્ડરિંગનો આરોપ: સત્યેન્દ્ર જૈન કે જે દિલ્હીના આરોગ્ય પ્રધાન હતા. સત્યેન્દ્ર જૈન દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલના ખાસ હોવાનું કહેવાય છે. તેમની પર મની લોન્ડરિંગનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ફાઇલ કરેલી ચાર્જશીટ અનુસાર સત્યેન્દ્ર જૈન પાસે અપ્રમાણસર સંપત્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો. EDએ આરોપ મૂક્યો હતો કે 2015 અને 2016 દરમિયાન જ્યારે સત્યેન્દ્ર કુમાર જૈન જાહેર સેવક હતા ત્યારે બોગસ કંપનીઓમાંથી 4.81 કરોડ રૂપિયાની એન્ટ્રી કરવામાં આવી હતી. EDએ કહ્યું હતું કે આ રકમનો ઉપયોગ જમીનની સીધી ખરીદી અથવા દિલ્હી અને તેની આસપાસની ખેતીની જમીન ખરીદવા માટે લોનની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો.