બેંગલુરુઃ ઘરકંકાશને લઈને અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવો એક કિસ્સો કર્ણાટકમાંથી સામે આવ્યો છે. જેમાં, પતિએ પત્નિ પાસેથી છૂટાછેડા ન મળવા બદલ પત્ની અને તેના પરિવારના સભ્યોને (Husband Burned Wife And Family Alive) રૂમમાં બંધ કરી પેટ્રોલ નાખીને બાળીને ખાખ કરી દીધા હતા. આ ઘટનામાં, બે લોકોના મોત તેમજ બે ઈજાગસ્ત થયા હતા. હાલ, આ ગંભીર રીતે ઘવાયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Surat Crime News : પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળ્યું, પછી શું થયું જાણો
છૂટાછેડાને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા : કહેવાય છે કે છૂટાછેડાને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પત્ની 14 મહિના પહેલા પતિનું ઘર છોડીને લિંગસુગુરુના એક મકાનમાં રહે છે. શરનપ્પા તેની પત્નીને સાથે ન રહેવા માટે છૂટાછેડાની ધમકી આપતા હતા. તેણી છૂટાછેડા માટે સંમત ન હતી, તેથી તેણે પત્નીના પિતા અને ત્રણ સંબંધીઓને ઘરે બોલાવ્યા હતા. તેણે સંબંધીઓને તેની પત્નીને છૂટાછેડા આપવા માટે સહકાર આપવા કહ્યું, પરંતુ તેમ કરવાની ના પાડતા શરણપ્પાએ ઘરની બહારનો દરવાજો બંધ કરી દીધો અને બારી પર પેટ્રોલ નાખ્યું અને પછી સંબંધીઓને આગ ચાંપી દીધી અને બારીઓ બહારથી બંધ કરી દીધી હતી. આ પછી આસપાસના ગ્રામજનોએ ઘરમાં આગ લાગતા પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: બાળકના અપહરણ અને હત્યાના ગુનામાં સાવલી કોર્ટે આરોપીને દોષી જાહેર કરતા કરી આ સજા
આરોપીની ધરપકડ કરવામાં આવી : પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને લિંગસુગુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાદમાં તેને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ગંભીર રીતે દાઝી જવાને કારણે બે લોકોના મોત થયા હતા અને અન્ય બેની હાલત ગંભીર છે. સ્થાનિક પોલીસે કેસ નોંધ્યો છે. જિલ્લા SP વેદમૂર્તિએ જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે.