ETV Bharat / bharat

યુવાને પ્રેમિકાને 10 વર્ષ સુધી ઘરમાં સંતાડીને રાખી, નજીકમાં જ ઘર હોવા છતા પરિવાર અજાણ - કેરળ સમાચાર

કેરળમાં એક યુવાને પોતાની પ્રેમિકાને 10 વર્ષ સુધી ઘરમાં સંતાડીને રાખી હતી. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે, પ્રેમી અને પ્રેમિકાના ઘર નજીકમાં જ હોવા છતા 10 વર્ષ સુધી કોઈને આ વાતની જાણ સુદ્ધા થઈ નહોતી.

યુવાને પ્રેમિકાને 10 વર્ષ સુધી ઘરમાં સંતાડીને રાખી, નજીકમાં જ ઘર હોવા છતા પરિવાર અજાણ

author img

By

Published : Jun 10, 2021, 5:36 PM IST

  • કેરળના પાલક્કાડ જિલ્લામાં બની અજીબોગરીબ ઘટના
  • 10 વર્ષ પહેલા ગુમ થયેલી કિશોરી પ્રેમી સાથે રહેતી હતી
  • પ્રેમી બન્નેના પરિવારથી આ વાત છૂપાવવા સફળ રહ્યો

કેરળ : પાલક્કાડ જિલ્લાના એક ગામમાંથી 10 વર્ષ અગાઉ ગુમ થયેલી કિશોરી પોતાના પ્રેમી સાથે મળી આવી છે. આ યુવતી છેલ્લા 10 વર્ષથી પોતાના પ્રેમીના એક રૂમના ઘરમાં રહેતી હતી. ચોંકાવનારી વાત એ છે કે, બન્નેના ઘર નજીકમાં જ હોવા છતા કોઈના પણ પરિજનોને કંઈ જાણ નહોતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, કિશોરી ફેબ્રુઆરી 2010માં નેમારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી ગુમ થઈ હતી. ગુમ થઈ તે સમયે કિશોરીએ 18 વર્ષ પૂર્ણ કર્યા હતા. પોલીસે તેણીના પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.

માર્ચ 2021 સુધી નજીકમાં જ રહેતા હતા

પોલીસે જણાવ્યું હતું કે, યુવતીના પ્રેમીનું ઘર તેણીના માતા-પિતાના ઘરથી એકદમ નજીક હતું અને તેઓ માર્ચ 2021 સુધી ત્યાં જ સાથે રહેતા હતા. કરાક્ટુપારમ્બ ગામના એક રૂમના ઘરમાં રાખવામાં આવેલી આ યુવતીની દેખભાળ તેનો પ્રેમી જ કરતો હતો. રાત્રિ દરમિયાન આ યુવતી બારીમાંથી બહાર જતી હતી. એક રૂમના ઘરમાં કોઈ શૌચાલય પણ ન હતું. તેનો પ્રેમી ભોજન સહિત જરૂરિયાતનો સામાન આપીને ઘરને બહારથી બંધ કરી દેતો હતો.

પ્રેમી લાપતા થતા થયો ખુલાસો

યુવતીનો પ્રેમી 3 મહિના પહેલા લાપતા થઈ ગયો હતો. જેની તપાસ કરતા આ ભાંડો ફૂટ્યો હતો. કિશોરી જે તે સમયે પોતાના પ્રેમી સાથે મરજીથી ચાલી ગઈ હતી. મંગળવારના રોજ પ્રેમીના ભાઈએ બન્નેને નેમારા પાસેના વિથાનાસેરી ગામમાં એક ભાડાના મકાનમાંથી શોધી નાંખ્યા હતા.

કોર્ટે બન્નેને સાથે રહેવા માટે અનુમતિ આપી

પોલીસના જણાવ્યા પ્રમાણે, બન્નેની ભાળ મળતા તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. યુવતીએ પોતાના પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા કોર્ટે અનુમતિ આપી હતી. યુવતિના પરિજનોએ પણ તેનો વિરોધ કર્યો ન હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.