ડોઇવાલા, ઉત્તરાખંડ : રાણીપોખરીના નાગાઘર ગામમાં કરૂણ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો (man Five people killed family) હતો. ઘરના જ એક વ્યક્તિ દ્વારા પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી નાખવામાં આવી હતી. આ નિર્દય વ્યક્તિએ તેના ત્રણ બાળકો, પત્ની અને માતાની હત્યા કરી નાખી છે. જોકે હાલ, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હત્યારો કેટલો ક્રૂર હશે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેણે તેના ત્રણ માસૂમ બાળકોને પણ છોડ્યા ન હતા, તેને પણ મારી નાખવામાં આવ્યા હતા. સાત જન્મો સુધી સાથે રાખવાનું વચન આપીને જેને લગ્ન કરી જીવનસાથી બનાવી તેની જ હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત, જન્મ આપનાર માતાની પણ હત્યા કરી હતી. murder case in uttarakhand
આ પણ વાંચો : છત્તીસગઢમાં 40 થી 50 લોકોએ ઘરમાં ઘુસીને યુવકની કરી હત્યા
એકસાથે પરિવારના પાંચ સભ્યોની હત્યાઃ રાણીપોખરીના નાગાઘર ગામમાં એક સાથે પાંચ લોકોની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ વ્યક્તિએ આટલી ઘૃણાસ્પદ હત્યા શા માટે કરી તે લોકો સમજી શક્યા ન હતા. હાલ, પોલીસ દ્વારા હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 5 લોકોની હત્યાના કારણે ઘર અને આંગણું લોહીથી ભરાયેલું જોવા મળી રહ્યું છે. જેને દ્રશ્ય જોતા જ ભલભલા કંપી ઉઠ્યા હતા. daughter wife and mother murder
આ પણ વાંચો : સોનાલી ફોગાટ હત્યા કેસમાં થયા ચોંકાવનારા ખૂલાસા
એક છોકરીનો જીવ બચ્યો : આ વ્યક્તિને ચાર બાળકો હતા. તેણે ત્રણ બાળકોની હત્યા કરી નાખી હતી. જે ઉપરાંત, એક બાળકીનો જીવ બચી ગયો હતો. આ છોકરી તેની માસી પાસે ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાંચ લોકોની હત્યા કરનારનું નામ મહેશ છે. મહેશ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના અરરિયા વિસ્તારનો રહેવાસી છે. અત્યારે આ વ્યક્તિ રાણીપોખરીના શાંતિનગરમાં રહેતો હતો. રાણીપોખારીના એસઓ શિશુપાલ રાણાએ ઘટનાસ્થળેથી આરોપી મહેશની ધરપકડ કરી છે. મહેશ તિવારીએ તેના પરિવારના સભ્યો, જેમાં 9 વર્ષની પુત્રી અન્નપૂર્ણા, 11 વર્ષની સુવર્ણા, 15 વર્ષની અપર્ણાની હત્યા કરી હતી. પત્ની નીતુ 38 વર્ષની હતી. મહેશ તિવારીની માતા બીતલ દેવી 70 વર્ષની હતી. man Five people killed