ETV Bharat / bharat

મમતા બેનરજીના આરોગ્યમાં થોડો સુધારો આવ્યો, ડોક્ટરે કહ્યું, ખભા અને ગરદનમાં થઈ હતી ઈજા - Mamta Benerjee

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી બુધવારે નંદીગ્રામમાં ચૂંટણી રેલી દરમિયાન ઈજાગ્રસ્ત થયાં હતાં. હાલમાં તેઓ સરકારી SSKM હોસ્પિટલમાં દાખલ છે. અહીના વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન મમતા બેનરજીના ડાબા પગનો એક્સ-રે કરવામાં આવ્યો હતો, જેમાં ડિજનરેટિવ જ્વાઈન્ટ ડિસીઝ અંગે ખબર પડી હતી. આ એક રીતે ગઠિયા રોગ છે.

મમતા બેનરજીના આરોગ્યમાં થોડો સુધારો આવ્યો, ડોક્ટરે કહ્યું, ખભા અને ગરદનમાં થઈ હતી ઈજા

author img

By

Published : Mar 12, 2021, 12:17 PM IST

  • નંદીગ્રામમાં ચૂંટણી રેલી દરમિયાન મમતા બેનરજી થયાં હતાં ઈજાગ્રસ્ત
  • મમતા બેનરજી હાલમાં સરકારી SSKM હોસ્પિટલમાં દાખલ છે
  • મુખ્યપ્રધાન મમતા બેનરજીના ડાબા પગનો એક્સ-રે કરાયો હતો

આ પણ વાંચોઃ મમતા બેનરજી પર થયેલા હુમલા અંગે RSS જવાબદારઃ TMC

પશ્ચિમ બંગાળઃ નંદીગ્રામમાં કથિત રીતે ઈજાગ્રસ્ત થયેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીના આરોગ્યમાં સામાન્ય સુધારો થયો છે. સરકારી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, મમતા બેનરજીની વિવિધ તપાસ કરાઈ રહી છે, જેનો રિપોર્ટ પણ સંતોષજનક આવી રહ્યો છે. તેમને અહીંની સારવારથી ફાયદો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ નંદીગ્રામમાં ઈજાગ્રસ્ત થયા મમતા, રાજ્યપાલે કોલકાતાની હોસ્પિટલમાં લીધી મુલાકાત

મમતા બેનરજીની સિટી સ્કેન કરાયો હતો

ડોક્ટરે વધુમાં જણાવ્યું કે, મુખ્યપ્રધાનના ડાબા પગના હાડકામાં ગંભીર ઈજા પહોંચી છે. આ ઉપરાંત તેમને ડાબા ખભા, કાંડા અને ગરદનમાં પણ ઈજા થઈ હતી. મમતા બેનરજીનો સિટી સ્કેન પણ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.