- બંગાળમાં TMCએ ફરી બહુમતી સાથે સરકાર બનાવી
- મમતા બેનરજી ત્રીજી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે
- રાજ્યપાલ જગદીપ ધનખડે મમતા બેનરજીને લેવડાવશે શપથ
કોલકાતાઃ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન પણ યોજાતા શપથ સમારોહમાં થોડા જ લોકો ઉપસ્થિતિ રહેશે. આ પહેલા મમતા બેનરજીએ નિયમોનું પાલન કરતા રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ધનખડે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન મમતા બેનરજીએ મારી સાથે મુલાકાત કરી અને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે, જેનો મે સ્વીકાર કર્યો છે.
આ પણ વાંચોઃ પટનામાં નીતિશ કુમાર કેબિનેટનું બીજીવાર વિસ્તરણ, 17 પ્રધાનોએ કર્યા શપથ ગ્રહણ
મમતા બેનરજી શપથ લેવા રાજભવન પહોંચશે
રાજ્યપાલે ટ્વિટમાં જણાવ્યું હતું કે, TMC દ્વારા મમતા બેનરજીને પશ્ચિમ બંગાળની 17મી વિધાનસભાના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. હવે 5 મેએ બુધવારે સવારે 10.45 વાગ્યે મમતા બેનરજી મુખ્યપ્રધાન તરીકે શપથ લેવા રાજભવન પહોંચશે.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે શપથ કાર્યક્રમ યોજાયા
નવા નિમાયેલા સભ્યો 6 મેએ શપથ લેશે
TMCના ધારાસભ્યોએ વર્તમાન વિધાનસભાના અધ્યક્ષ તરીકે વિમાન બેનરજીને નવી વિધાનસભાના કાર્યવાહક અધ્યક્ષ ચૂંટ્યા છે. TMCના મહાસચિવ પાર્થ ચેટરજીએ અહીં પાર્ટીની મુખ્ય ઓફિસમાં થયેલી ધારાસભ્યોની બેઠક પછી પત્રકારોને કહ્યું હતું કે, નવા નિમાયેલા સભ્યો 6 મેએ વિધાનસભામાં શપથ લેશે.