- નંદીગ્રામમાં વ્હીલચેર પર બેસી મમતાની પદયાત્રા
- શુભેન્દુ અધિકારી વર્સિસ મમતા બેનર્જી
- આગામી 1 એપ્રિલે દ્વિતીય તબક્કાનું મતદાન
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી નંદિગ્રામના બગભેડામાં એક વિશાળ રોડ શો યોજી રહ્યા છે. તેઓ પોતાના પૂર્વ સહયોગી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ મેદિનીપુર જિલ્લાની આ મહત્વપૂર્ણ બેઠક પર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 1 એપ્રિલે મતદાન યોજાશે.
વ્હીલચેર પર બેસી 8 કિમી લાંબો રોડ શો કર્યો
આ પહેલા તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે રોડ શોમાં મમતાએ રેયાપાડા ખુદીરામ વિસ્તારથી ઠાકુર ચોક સુધી 8 કિમી લાંબો રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન તેઓ વ્હીલચેર પર રહી હાથ જોડી લોકોનું અભિવાદન કરતી રહી. રોડ શોમાં અનેક સ્થાનિકો અને પક્ષના કાર્યકરોએ ભાગ લીધો અને મમતા ઝિંદાબાદના નારા લગાવ્યા. તેણે જાહેરાત કરી છે કે ગુરૂવાર સુધી તેઓ નંદીગ્રામમાં જ રહેશે. દ્વિતીય તબક્કા માટે મતદાન 1 એપ્રિલે યોજાશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ રોડ શોમાં ભાગ લેે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચો: આજે પ્રચારનો છેલ્લો દિવસ, નંદીગ્રામમાં શાહ અને મમતા લગાવશે એડી ચોટીનું જોર
મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના પિતા વચ્ચે જોરદાર વાક્યુદ્ધ
સોમવારે નંદીગ્રામ બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર મમતા બેનર્જી અને ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના પિતા વચ્ચે જોરદાર શાબ્દિક જંગ ખેલાયો હતો. પૂર્વ મેદિનીપુર જિલ્લાની આ પ્રતિષ્ઠિત બેઠક માટે જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે જે મંગળવારે શાંત પડી જશે, કેમકે અહીં ચૂંટણીના દ્વિતીય તબક્કા માટે 1 એપ્રિલે મતદાન થશે. શુભેન્દુ અધિકારી અને તેના પિતા શિશિર અધિકારી અંગે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આરોપ મૂક્યો હતો કે તેઓ ચૂંટણી દરમિયાન હિંસક વાતાવરણ ઉભું કરવા માંગે છે અને તે માટે આરોપીઓને આશરો આપી રહ્યા છે. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ તેમણે કોઇ પગલા ન લીધા.
આ પણ વાંચો: અમિતશાહે ચૂંટણી પ્રચાર અર્થે નંદીગ્રામમાં રોડ શો કર્યો