દિલ્હી: દેશની નવી સંસદનું ઉદઘાટન તારીખ 28 મેના રોજ થવા જઈ રહ્યું છે. તે પહેલા પણ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. મોટા ભાગના નેતાઓ આ સંસદભવને લઇને પ્રહારો કરી રહી છે. આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. એટલે નેતાઓને મોકે ઘા મારવાનો મોકો મળી ગયો છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે, નવી સંસદનું ઉદઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવું જોઈએ. આ સાથે જ તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સંસદ અને SC-STના શિલાન્યાસ સમારોહમાં સામેલ ન કરવા બદલ કેન્દ્રની મોદી સરકારને ઘેરી છે.
-
It looks like the Modi Govt has ensured election of President of India from the Dalit and the Tribal communities only for electoral reasons.
— Mallikarjun Kharge (@kharge) May 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
While Former President, Shri Kovind was not invited for the New Parliament foundation laying ceremony…
1/4
">It looks like the Modi Govt has ensured election of President of India from the Dalit and the Tribal communities only for electoral reasons.
— Mallikarjun Kharge (@kharge) May 22, 2023
While Former President, Shri Kovind was not invited for the New Parliament foundation laying ceremony…
1/4It looks like the Modi Govt has ensured election of President of India from the Dalit and the Tribal communities only for electoral reasons.
— Mallikarjun Kharge (@kharge) May 22, 2023
While Former President, Shri Kovind was not invited for the New Parliament foundation laying ceremony…
1/4
એસસી/એસટીને મહત્વ: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું, “નવી સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈએ. નવી સંસદના શિલાન્યાસ સમયે તત્કાલિન રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, આ વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઉદઘાટન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેઓ (ભાજપ) કહે છે કે અમે એસસી/એસટીને મહત્વ આપીએ છીએ, પરંતુ તેમને ક્યાં આપવું જોઈએ તે મહત્વ અને સન્માન આપતા નથી.
ખડગેએ ટ્વિટ કર્યું: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે 'ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સરકારમાં રાષ્ટ્રપતિ પદ માત્ર પ્રતીકાત્મક બની ગયું છે. ખડગેએ ટ્વિટ કર્યું, 'એવું લાગે છે કે મોદી સરકારે દલિત અને આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિની પસંદગી કરી જેથી રાજકીય લાભ લઈ શકાય. નવા સંસદ ભવનનાં ઉદઘાટન સમારોહ માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ આ સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી.
વળતો પ્રહાર: કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ વળતો પ્રહાર કરતા ટ્વીટ કર્યું કે, 'કોંગ્રેસને જ્યાં વિવાદ ન હોય ત્યાં પણ વિવાદ ઊભો કરવાની આદત છે. જ્યારે રાષ્ટ્રપતિ રાજ્યના વડા હોય છે, ત્યારે PM સરકારના વડા હોય છે. સરકાર વતી સંસદનું નેતૃત્વ કરે છે, જેની નીતિઓ કાયદામાં ઘડવામાં આવે છે. રાષ્ટ્રપતિ કોઈપણ ગૃહના સભ્ય નથી, જ્યારે વડાપ્રધાન છે.