ETV Bharat / bharat

સૈન્યના ઉત્તરીય કમાન્ડ હેડક્વાર્ટરમાંથી ચોરી થઈ લશ્કરી માહિતી !

ઉધમપુરના મહત્વપૂર્ણ ઉત્તરીય કમાન્ડના હેડક્વાર્ટરમાં સુરક્ષાનું ઉલ્લંઘન થયું છે. જેમાં જાસૂસી સાથે સૈન્ય ડેટાબેઝમાંથી માહિતી ચોરી થવાની સંભાવના છે. લેફ્ટનન્ટ જનરલ રેન્કના એક અધિકારી આ કેસની તપાસ કરી રહ્યા છે.

Udhampur
Udhampur
author img

By

Published : Feb 26, 2021, 7:23 AM IST

  • સૈન્યના ઉત્તરીય કમાન્ડ હેડક્વાર્ટરમાંથી ચોરી થઈ લશ્કરી માહિતી
  • લેફ્ટનન્ટ જનરલ રેન્કના એક અધિકારી સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે
  • ઉધમપુરના મહત્વપૂર્ણ ઉત્તરીય કમાન્ડના હેડક્વાર્ટરમાં સુરક્ષાનું ઉલ્લંઘન

નવી દિલ્હી: ઉધમપુરમાં મહત્વપુર્ણ ઉત્તરીય કમાન્ડના હેડક્વાર્ટરમાં સુરક્ષાનું ઉલ્લંઘન થયું છે. જેમાં જાસૂસી સાથે સૈન્ય ડેટાબેઝમાંથી માહિતી ચોરી થવાની સંભાવના છે. લેફ્ટનન્ટ જનરલ રેન્કના એક અધિકારી આ કેસની તપાસ કરી રહ્યા છે કે, ચોરી કરેલી માહિતીની હદ અને મહત્વ શું છે.

સૈન્યના ઉત્તરીય કમાન્ડ હેડક્વાર્ટરમાંથી ચોરી થઈ લશ્કરી માહિતી

આ કેસમાં પંજાબ સ્થિત પાયદળની બટાલિયનનો એક સૈનિક સામેલ છે, જેને થોડા સમય પહેલા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) દ્વારા ભરતી કરવામાં આવ્યો હતો. હવે તેની ધરપકડ કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, તે પાકિસ્તાન સ્થિત હેન્ડલરને સોંપતા પહેલા તે દસ્તાવેજ પેન ડ્રાઇવમાં સુરક્ષિત કરતો હતો. સમજી શકાય છે કે, આ ઉધમપુર બેઝમાંથી આ ચોરી કરવામાં આવી હતી, જ્યારે તેની પાસે જમ્મુના નગરોટામાં સ્થિત 16 કોર્પ્સના હેડક્વાર્ટરની માહિતી છે. તે જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં પીરપંજાલની દક્ષિણમાંના તમામ સૈન્ય કાર્યવાહી માટે જવાબદાર છે.

ઉધમપુરના મહત્વપૂર્ણ ઉત્તરીય કમાન્ડના હેડક્વાર્ટરમાં સુરક્ષાનું ઉલ્લંઘન

ઉધમપુર ઉત્તરીય મોરચામાં તમામ સૈન્ય આયોજનનું મુખ્ય કેન્દ્ર છે અને હવે તે પાકિસ્તાન સાથેની નિયંત્રણ લાઇન અને ચીન સાથેની વાસ્તવિક લાઇન (LAC) બંને પર કાર્યરત છે. જો કે અન્ય સ્ત્રોતે માહિતી ગુમ થવાની હદ પર શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આજકાલ માહિતીને સખત સુરક્ષિત રાખવામાં આવે છે. કોઈ શાખા અથવા વિભાગ જેટલો સંવેદનશીલ હોય તેટલું વધુ ગોપનીયતા માર્ગદર્શિકાઓ હોય છે. આ સિવાય 'જાણવાની જરૂરિયાત' ના આધારે દરેક વસ્તુ નિયંત્રિત થાય છે. જો કોઈ જવાન મહત્વપૂર્ણ અને સંવેદનશીલ દસ્તાવેજો ચોરી કરે છે, તો તે કહેવું શંકાસ્પદ છે.

યુદ્ધવિરામ કરાર પર સહમત કર્યા હોવા છતાં સુરક્ષાનું કરાયું ઉલ્લંઘન

ભારતીય સેનાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પુષ્ટિ કરી હતી કે, ખરેખર સુરક્ષાનો ભંગ થયો છે. એક સૂત્રએ કહ્યું કે, વધારે માહિતી અથવા ડેટા બેઝની ચોરી થઈ નથી. જો કે આ તે સમયે થયું છે જ્યારે ભારતના ડાયરેક્ટર જનરલ અને પાકિસ્તાનના સૈન્ય ઓપરેશન્સ (DGMOs) ના જનરલો વધુ મુકાબલો અટકાવવા માટે ગુરુવારે યુદ્ધવિરામ કરાર પર સહમત થયા હતા.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.