ETV Bharat / bharat

કેરળ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ લતિકા સુભાષનું રાજીનામું, પાર્ટીના મુખ્યાલય સામે કર્યું મુંડન

કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર અસંતોષનો અવાજ સામે આવ્યો છે. પાર્ટીમાં તિરાડ પડી છે એવી ખબર ત્યારે પડી જ્યારે કેરળ કોંગ્રેસના પ્રમુખ લતિકા સુભાષે કેરલ ચૂંટણીઓની ઉમેદવારોને મળેલી ટિકિટને લઈને અસંતોષ વ્યક્ત કર્યો અને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

author img

By

Published : Mar 15, 2021, 9:59 AM IST

Updated : Mar 15, 2021, 12:26 PM IST

લતિકા સુભાષ
લતિકા સુભાષ
  • મહિલાઓની ગેરહાજરીથી અસંતોષ પામતા આપ્યું રાજીનામું
  • કોંગ્રેસ, સીપીએમ, ભાજપે મહિલાઓને આપી ટિકિટ
  • કેરળમાં કોંગ્રેસના 86 ઉમેદવારોની યાદી જાહેર

તિરુવનંતપુરમ: કોંગ્રેસ અને ભાજપે આજે એટલે કે સોમવારના રોજ પોતપોતાના ઉમેદવારોની નામની ઘોષણા કરી છે. કેરલ મહિલા કોંગ્રેસ પ્રમુખ લતિકા સુભાષે મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે વિરોધ કરવા માટે કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (કેપીસીસી) ના મુખ્ય મથકની સામે મુંડન પણ કરાવ્યું.

મહિલાઓની ગેરહાજરીથી અસંતોષ પામતા આપ્યું રાજીનામું

મળતી માહિતી મુજબ, યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) ના ઉમેદવારોની યાદીમાં મહિલાઓની ગેરહાજરીથી અસંતોષ થયા બાદ લતિકાએ રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળના પ્રવાસે, ટ્રેક્ટર રેલીમાં જોડાશે

સામૂહિક રાજીનામાની યાદી

યાદી જાહેર થયા બાદ કેટલાંક લોકોએ એક સાથે કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત 23 લોકોએ જિલ્લા કોંગ્રેસ સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું.

કોંગ્રેસ, સીપીએમ, ભાજપે મહિલાઓને આપી ટિકિટ

જણાવી દઇએ કે, કોંગ્રેસે 9 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે, તો બીજી બાજુ સીપીએમએ 12 મહિલાઓને ટિકિટ આપી છે અને ભાજપે 15 મહિલાઓને ટિકિટ આપી છે.

આ પણ વાંચો: કેરળમાં 20 વિધાનસભા બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્ય

કેરળમાં કોંગ્રેસના 86 ઉમેદવારોની યાદી જાહેર

આજે કેરળમાં કોંગ્રેસના 86 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી જાહેર કરતાં કેરળના કોંગ્રેસ અધ્યક્ષ મુલ્લાપ્પલ્લી રામચંદ્રને કહ્યું કે, કેએસયુના પ્રદેશ અધ્યક્ષ કેએમ અભિજિત કોઝિકોડથી, થ્રીથલાથી વીટી બલરામ, પલક્કડમાંથી શફી પરંબીલ અને વડક્કાંચરીથી અનિલ અક્કરા ચૂંટણી લડશે.

Last Updated : Mar 15, 2021, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.