ETV Bharat / bharat

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું રહસ્યમય સંજોગોમાં મોત, આશ્રમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ - અખિલ ભારતીય અખાડા પરિષદ

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહંત નરેન્દ્ર ગિરિનો મૃતદેહ બાઘમ્બરી મઠ આશ્રમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું રહસ્યમય સંજોગોમાં મોત, આશ્રમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ

author img

By

Published : Sep 20, 2021, 8:33 PM IST

  • મહંત નરેન્દ્ર ગિરિનું રહસ્યમય સંજોગોમાં મોત
  • પોતાના રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ
  • ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે, તપાસનો દૌર શરૂ

પ્રયાગરાજ: અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. બાઘમ્બરી મઠ આશ્રમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમને મૃતદેહ મળી આવ્યો હતો. મહંત નરેન્દ્ર ગિરિના મોતની જાણકારી મળતા ઉત્તર પ્રદેશ પોલીસ અને ATS સ્થળ પર પહોંચી હતી અને લોકોની પૂછપરછ હાથ ધરી છે.

આ એક ષડયંત્ર છે: રામવિલાસ વેદાંતી

મહંતના મોતના સમાચાર મળતા IG, DIG સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રાથમિક દ્રષ્ટિએ તેમણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાલમાં મઠમાં હાજર લોકોની પૂછપરછ કરી રહી છે. જ્યારે રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા નિભાવનારા પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ તેમના મોતને એક ષડયંત્ર ગણાવ્યું છે.

રૂમમાંથી 7 પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી

ADG પ્રશાંત કુમારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, મહંત નરેન્દ્ર ગિરિનો મૃતદેહ બાઘમ્બરી મઠ આશ્રમના એક રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. શિષ્યોએ દરવાજો તોડીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. તેમના રૂમમાંથી 7 પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમના શિષ્ય આનંદ ગિરિ દ્વારા વારંવાર કરવામાં આવતી હેરાનગતિના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે ફોરેન્સિક ટીમ ઘટના સ્થળ પર હાલમાં તપાસ કરી રહી છે.

શું હતો શિષ્ય સાથેનો વિવાદ

  • થોડા દિવસો પહેલા મહંત નરેન્દ્ર ગિરિના શિષ્ય મહંત આનંદ ગિરીએ તેમની સામે અખાડા અને આશ્રમની જમીન વેચવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. આનંદ ગિરિ મહંત નરેન્દ્ર ગિરિના સૌથી પ્રિય શિષ્ય હોવાનું કહેવાય છે. મહંત આનંદ ગિરિએ મહંત નરેન્દ્ર ગિરિ પર અખાડા અને બાઘમ્બરી મઠમાંથી હાંકી કાઢ્યા બાદ તેમના પર આ આક્ષેપો કર્યા હતા. આનંદ ગિરિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહને એક પત્ર મોકલીને આ મામલામાં તેમના જીવને ખતરો જણાવીને તપાસની માંગણી કરી હતી.
  • આ સાથે તેણે પોતાની સલામતી માટે પણ આજીજી કરી હતી. આ પછી મહંત નરેન્દ્ર ગિરિએ આનંદ ગિરીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. મહંત નરેન્દ્ર ગિરિ કહેતા હતા કે, આનંદ ગિરિ સુરક્ષા મેળવવા માટે આ બધું કરી રહ્યા છે.
  • પત્રના માધ્યમથી મહંત નરેન્દ્ર ગિરિ પર વર્ષ 2005માં પહેલા જમીન અને પછી 2012માં મઠની જમીન 40 કરોડમાં વેચવાનો આરોપ લાગ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, વર્ષ 2018માં મહંત નરેન્દ્ર ગિરિએ મઠની 80-120 ચોરસ યાર્ડ જમીન તેમના નામે ભાડે આપી હતી અને તેના પર પેટ્રોલ પંપ ખોલવાની વાત કરી હતી. પરંતુ, 2020માં મહંત નરેન્દ્ર ગિરીએ લીઝ રદ્દ કરવાની અને જમીન પરત આપવાની વાત કરી હતી, જેનો તેમણે વિરોધ કર્યો હતો. નરેન્દ્ર ગિરિએ જણાવ્યું હતું કે, તે પોતાનો શોખ પૂરો કરવા માટે તેના નજીકના લોકો પર પૈસા ખર્ચતો હતો.
  • આ કારણોસર, તેણે આશ્રમના કેટલાક ખાસ શિષ્યો અને તેના ગનરના નામે કરોડોની સંપત્તિ જમા કરાવી હતી. જોકે, આ મામલે આનંદ ગિરિએ બાદમાં તેમના ગુરુ મહંત નરેન્દ્ર ગિરિની માફી માંગી હતી. જે બાદ આ વિવાદનો અંત આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.