પૂણે: છેલ્લા કેટલાક દિવસોથી સવારે શપથ સમારોહને લઈને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવેદનને કારણે રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાયું છે. વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું કે, તેઓ સવારે શપથ ગ્રહણ સમારોહ વિશે કંઈ નહીં કહે, પરંતુ NCP પ્રમુખ શરદ પવારે આ વાતનો ખુલાસો કર્યો હતો.
શપથ ગ્રહણનું મુખ્ય કારણ: પવારે કહ્યું કે, જો તેમણે અજિત પવારને દેવેન્દ્ર ફડણવીસ પાસે ન મોકલ્યા હોત તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત ન થાત. તેમણે કહ્યું કે, વહેલી સવારે તેમના શપથ ગ્રહણનું આ મુખ્ય કારણ હતું. તેમણે કહ્યું કે, જો શપથ ગ્રહણ સમારોહ સવારે ન થયો હોત તો રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું ન હોત અને ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન ન બની શક્યા હોત.
સરકાર બનાવવાના પ્રયાસો ચાલુ: NCP પ્રમુખ શરદ પવારે મહાવિકાસ અઘાડીના ઉમેદવાર નાના કેટના પ્રચાર માટે ચિંચવાડમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સાથે જ આ વાતનો ખુલાસો કર્યો. સવારે જ્યારે પવારને શપથ ગ્રહણ સમારોહ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, સરકાર બનાવવાના પ્રયાસો ચાલુ છે. આ પ્રયાસનો એક માત્ર ફાયદો એ થયો કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું. તે પછી શું થયું તે તમે બધા જાણો છો. જો રાજ્યમાં આવું કંઈ ન થયું હોત તો શું રાષ્ટ્રપતિ શાસન હટી ગયું હોત? અને શું ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હોત? આ દરમિયાન શરદ પવારે આ વાત કહી.
આ પણ વાંચો: Jaya Kishori: જાણો પ્રેરક વક્તા જયા કિશોરીના પ્રેમ વિશે ના વિચારો
ફડણવીસે ત્રણ દિવસમાં આપ્યું રાજીનામું: જ્યારે પવારને પૂછવામાં આવ્યું કે, અજિત પવાર આ સમગ્ર મામલે કેમ કંઈ બોલતા નથી, તો શરદ પવારે કહ્યું કે, શું હજુ પણ આ અંગે કોઈને કંઈ કહેવાની જરૂર છે, તમારી સામે આખી સ્થિતિ સ્પષ્ટ છે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ 23 નવેમ્બર 2019ની વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા, જ્યારે અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. આ ઘટના બાદ અચાનક રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. ફડણવીસે ત્રણ દિવસમાં રાજીનામું આપી દીધું.