- 7 સંવેદનશીલ રાજ્યોમાં ગુજરાત પણ શામેલ
- પ્રવાસીઓનો 48 કલાક પહેલા RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો ફરજિયાત
- મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના અન્ય સ્વરૂપના પ્રવાહને રોકવા નિર્ણય લેવાયો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. સૌથી વધારે કોરોનાના કેસમાં ટોપ 5 રાજ્યોમાં મહારાષ્ટ્રનું નામ દરરોજ હોય જ છે. હવે મહારાષ્ટ્રે અન્ય સ્થળોથી કોરોના વાયરસના અન્ય સ્વરૂપના પ્રવાહને રોકવા માટે રાષ્ટ્રીય રાજધાની સહિત 7 રાજ્યોને સંવેદનશીલ જાહેર કરી દીધા છે.
આ પણ વાંચોઃ મહેસાણામાં નવી 10 જગ્યાએ કોરોના ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી યોજાઈ
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે 7 રાજ્યોને સંવેદનશીલ જાહેર કર્યા
મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુન્તેની સહીવાળા એક આદેશમાં કેરળ, ગોવા, ગુજરાત, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, રાજસ્થાન અને ઉત્તરાખંડને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આદેશ અનુસાર આ રાજ્યોથી મહારાષ્ટ્રમાં આવતા પ્રવાસીઓને ટ્રેનમાં યાત્રા કરવાના 48 કલાક પહેલા કરાવવામાં આવેલા RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી હશે અને તે રિપોર્ટ બતાવવો પડશે.
આ પણ વાંચોઃ વડોદરામાં કુંભ મેળામાંથી પરત આવેલા યાત્રાળુઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો
કોરોના વાયરસને અટકાવવા નિર્ણય લેવાયો
આ અંગેના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોવિડ-19ને રોકવા અને અન્ય સ્થળથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના અન્ય સ્વરૂપના પ્રવાહને રોકવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.