- મુખ્યપ્રધાનના પત્નીએ 11 માર્ચે લીધી હતી કોરોના વેક્સિન
- કોરોના પોઝિટિવ હોવાથી તેઓ હોમ ક્વોરન્ટાઈનમાં હતા
- હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
- વેક્સિન લીધા પછી પણ મહારાષ્ટ્રના CMના પત્ની આવ્યા કોરોના પોઝિટિવ
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ફરી લાગુ થઇ શકે છે લોકડાઉન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. હવે કોરોનાની ઝપેટમાં આવ્યા છે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે. ચોંકાવનારી વાત તો એ છે કે, તેમણે 11 માર્ચે કોરોના વેક્સિન લીધી હતી અને તેઓ 23 માર્ચે કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. આથી તેઓ હોમ ક્વોરન્ટાઈનમાં હતાં. જોકે, તેમની તબિયત વધુ બગડતા તેમને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. આ પહેલા આદિત્ય ઠાકરે પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં 28 માર્ચથી નાઇટ કરફ્યૂ લાગૂ કરાશે
હમણાં નહીં થાય લૉકડાઉનઃ BMC
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લૉકડાઉન લગાવવાની તૈયારીની જાહેરાત કરી હતી, પરંતુ BMCના કમિશનર આઈ. એસ. ચહલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં હાલમાં લૉકડાઉન લગાવવાની કોઈ યોજના નથી.