અમદાવાદ: ભારતમાં રાજપૂતોની બહાદુરીની ઘણી વાર્તાઓ છે. પરંતુ મહારાણા પ્રતાપની બહાદુરી સામે કોઈની કહાની ટકી શકતી નથી. તેમના જીવનનો રેકોર્ડ છે કે તેમણે કયારે પણ અકબરની ગુલામી કરી નથી. તેઓ રાજસ્થાનું જ નહી પરંતુ ભારતનું ગૌરવ છે. અકબરની સામે સારા સારા મહારાજાઓએ હાર માની લીધી છે,પરંતુ મહારાણા પ્રતાપએ કોઇની સામે શીશ નમાવ્યું નથી. તારીખ 19 જાન્યુઆરી 1597ના રોજ મહારાણા પ્રતાપનું અવસાન થયું અને ત્યાં સુધીમાં તેમણે તેમના મેવાડને ખૂબ સુરક્ષિત બનાવી દીધું હતું.
યુદ્ધ વ્યૂહરચના: મહારાણા પ્રતાપનો જન્મ તારીખ 9 મે 1540ના રોજ કુંભલગઢ, મેવાડમાં થયો હતો. તેઓ સૌથી મોટા પુત્ર હતા. મહત્વની વાત એ છે કે મુઘલોના વારંવારના હુમલાઓથી મેવાડનું રક્ષણ કર્યું. મુઘલોની ગમે તેવી ફોજ હોય તેમણે હાર નથી માની.
હલ્દી ઘાટી: આ યુદ્ધ તારીખ 8 જૂન 1576માં થયું હતું. આ યુદ્ધ ત્રણ કલાકથી વધુ ચાલ્યું હતું. આ યુદ્ધમાં મહારાણા પ્રતાપ પ્રતાપ ઘાયલ થયા હતા. આ યુદ્ધમાંમુઘલ સેનાએ 350 ઘાયલ સૈનિકો સિવાય 3500-7800 સૈનિકો ગુમાવ્યા હતા.
આ પણ વાંચો Dholavira Heritage Site: વર્લ્ડ હેરિટેજ સાઇટ ખાતે યોજાશે ધોળાવીરા ફેસ્ટિવલ
વિશાળ ભાલો: મહારાણા પ્રતાપ પાસે 81 કિલો વજનનો ભાલો હતો અને તેમની છાતી પરનું બખ્તર 72 કિલો હતું. એટલું જ નહીં, તેના ભાલા, બખ્તર, ઢાલ અને બે તલવારોનું વજન મળીને કુલ 208 કિલો હતું. આટલા વજન સાથે તેઓ હમેંશા યુદ્ધના મેદાનમાં ઉતરતા હતા અને જીત મેળવતા હતા.
અકબરની આંખોમાં આંસુ ઘણા ઇતિહાસકારોએ તેમના પુસ્તકોમાં લખ્યું છે કે મહારાણા પ્રતાપના મૃત્યુના સમાચાર સાંભળીને અકબરની આંખોમાં આંસુ આવી ગયા. મુઘલ દરબારના કવિ અબ્દુલ રહેમાન લખે છે કે આ દુનિયામાં દરેક વસ્તુનો અંત આવવાનો છે. ધનનો અંત આવશે, પણ મહાપુરુષના ગુણો કાયમ રહેશે. ઘણા ઈતિહાસકારોએ લખ્યું છે કે પ્રતાપે સંપત્તિ છોડી દીધી પણ ક્યારેય માથું નમાવ્યું નહીં. પ્રતાપની અડગ દેશભક્તિ જોઈને અકબરની આંખોમાં આંસુ આવી ગયા હોવાનું ઇતિહાસકારોએ લખ્યું છે. આજના સમયમાં પણ કોઇ પણ મહારાણા પ્રતાપની બહાદુરીને ભૂલી શકતા નથી. એમના જીવનમાં તેઓ હમેંશા ખાનદાનીથી જીવન પ્રસાર કર્યું છે.