ઉજ્જૈન. હૃતિક રોશનને લઈને મહાકાલ મંદિરના નામે પ્લેટ મંગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ તે અંગેની જાહેરાતને લઈને વિવાદ (Hrithik Roshan Mahakal Controversy) ઉભો થયો છે. ફિલ્મ અભિનેતા ઋત્વિક રોશન ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોની એક જાહેરાતમાં જોવા મળે છે અને કહે છે કે, જો મને પ્લેટ ગમી અને મે તે ઉજ્જૈનના મહાકાલમાંથી મંગાવી હતી. ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરના બે પૂજારીઓએ શનિવારે ઑનલાઇન ફૂડ ડિલિવરી ફર્મ ઝોમેટોએ બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશનને (Bollywood actor Hrithik Roshan) દર્શાવતી જાહેરાત પાછી ખેંચવાની માંગ કરી હતી કારણ કે, તે હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
આ પણ વાંચો સીએમ KCRની મીટિંગથી હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક
જાહેરાત પાછી લેવા કહ્યું ઉજ્જૈનમાં શિવનું મહાકાલેશ્વર અથવા મહાકાલ મંદિરએ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે, જે દેશભરના ભક્તોને આકર્ષે છે. મંદિરના પૂજારી મહેશ અને આશિષે કહ્યું કે, ઝોમેટોએ તરત જ જાહેરાત પાછી ખેંચી લેવી જોઈએ અને માફી માંગવી જોઈએ. ભક્તોને થાળી પર 'પ્રસાદ' પીરસવામાં આવે છે અને જાહેરાત હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે એવો તેઓએ દાવો કર્યો હતો. પૂજારીઓએ જણાવ્યું હતું કે, તેઓએ ઉજ્જૈનના જિલ્લા કલેક્ટર (District Collector of Ujjain) આશિષ સિંઘનો પણ સંપર્ક કર્યો, જેઓ મહાકાલ મંદિર (Mahakal temple) ટ્રસ્ટના અધ્યક્ષ છે અને કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેથી કરીને ફરી કોઈ હિંદુ ધર્મની મજાક ન કરે. પત્રકારો સાથે વાત કરતા સિંહે જાહેરાતને "ભ્રામક" ગણાવી અને કહ્યું કે, મંદિર 'પ્રસાદ' તરીકે મફત ભોજન આપે છે અને તે વેચવામાં આવતું નથી. આ જાહેરાતથી ભક્તો મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે.