સુરત: ઉત્તર પ્રદેશ BJPના સાંસદ રીતા જોશી (BJP MP Rita Joshi) સુરત ખાતે આયોજિત અખિલ હિન્દી સંમેલનમાં (Akhil Hindi Sammelan) ભાગ લેવા માટે આવ્યા હતા. હાલ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા મદ્રેસા સર્વેના વિવાદને લઈ ટીવી ભારતને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરકારી શાળાઓનું પણ સર્વે થાય છે, આ કોઈ વિરોધની બાબત નથી. સર્વે કરીને જાણકારી મળે છે કે, ત્યાં બાળકોના ભણતરનું સ્તર શું છે ? અમે ઈચ્છીએ છીએ કે, ધાર્મિક શિક્ષાની સાથોસાથ તેમને આધુનિક શિક્ષા પણ મળે.
CBIએ કરી કેસની તપાસ: વર્ષ 2008માં તત્કાલિન તહસીલદાર વિજય શંકર મિશ્રાએ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે, ડો. જોશીએ મેયર તરીકેની તેમની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. તેણે ફતેહપુર બિછુવા સ્થિત પ્લોટ નંબર 408માં અન્ય આરોપીઓ સાથે મળીને મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનનો નાશ કર્યો હતો. ડો. રીતા બહુગુણા જોશીના એડવોકેટ કૌટિલ્યએ તેમની દલીલમાં કહ્યું કે, FIR દ્વેષથી પ્રેરિત છે અને કહ્યું કે, અગાઉ હાઈકોર્ટના આદેશ પર CBIએ આ કેસની તપાસ કરી હતી.