ભોપાલઃ ભાજપને મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જીત મળી તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા ફેક્ટર ઘણું કારગત રહ્યું છે. સત્તા માટે સત્તા ભૂખ્યા રાજકારણીઓ 'ગેમ ઓફ થ્રોન' પણ રમી શકે છે. રાજઘરાનાના આ ફરજંદ ભાજપની ટીમને મધ્ય પ્રદેશમાં જીત અપાવવા માટે 'પરફેક્ટ ટીમ મેન' સાબિત થયા છે.
એક સમયના તેમના સાથી એવા સચિન પાયલોટ રાજસ્થાનમાં કૉંગ્રેસ સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા રહ્યા. જ્યારે સિંધિયા ભાજપમાં જોડાવાના હતા તેની મીડિયા હાઈપ બહુ જ હતી તેમ છતા સિંધિયાએ લો પ્રોફાઈલ બનાવી રાખી હતી. આજે મધ્ય પ્રદેશમાં ભાજપને જે જીત મળી છે તેમાં સિંધિયા નામક ભાજપ નેતાનો સિંહફાળો રહ્યો છે.
ભાજપે એક સમયે રાહુલના નજીકના મનાતા અને ફાયરબ્રાન્ટ યુવા નેતાનો બખૂબી ઉપયોગ કરીને કૉંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી. અત્યારના ઉડ્ડયન પ્રધાન એવા સિંધિયા 22 ધારાસભ્યો સાથે ભાજપમાં ભળી જતા કમલનાથ સરકાર ભાંગી પડી હતી.
આજે ભાજપને જેવી જીત મળી કે સિંધિયાએ પ્રથમ ટીપ્પણી નામ લીધા વિના પ્રિયંકા ગાંધી પર કરી છે. પ્રિયંકા ગાંધી એક સમયે સિંધિયાના સહકર્મી પણ રહી ચૂક્યા છે છતાં ગાંધીએ સિંધિયા પર કરેલ શરીરના કદ વિષયક ટીપ્પણીનો જવાબ સિંધિયાએ આજે આપ્યો છે. સિંધિયાએ કહ્યું કે, કોઈ મારા કદને લઈને કશું કહેતું હતું પરંતુ ગ્વાલિયર-માલવાની જનતાએ તેમનું કદ બતાવી દીધું છે.
2018માં સિંધિયાએ કમલનાથ સરકારને ધ્વસ્ત કરી હતી. આજે રવિવારે મધ્યાહને 2 કલાકે ભાજપ 161 બેઠકો અને કૉંગ્રેસ 66 બેઠકો પર હતી ત્યારે ભાજપને 52 બેઠકો વધુ અને કૉંગ્રેસને 48 બેઠકોનું નુકસાન સ્પષ્ટ જણાઈ આવ્યું હતું.
ગ્વાલિયરમાં કુલ 21 વિધાનસભા બેઠકો છે જેમાં ગુનાની 4 બેઠકોનો સમાવેશ થઈ જાય છે. આ બેઠક પરથી સિંધિયા 2002થી 2014 સુધી લોકસભાના સાંસદ રહ્યા હતા. 2018માં કૉંગ્રેસને 109થી 114 બેઠકો સુધીની જીતમાં સિંધિયાના સખત પરિશ્રમનો સિંહફાળો હતો.
વર્ષો સુધી સિંધિયા અને તેના અનુયાયીઓ બીજેપી કેમ્પમાં ફર્મલી પાછળ ઊભા હતા. છેલ્લો રિપોર્ટ આવ્યો ત્યાં સુધી ગ્વાલિયર બેઠક મુદ્દે અવઢવ હતી. શિવપુરી જિલ્લામાં કૉંગ્રેસે કરેરા, પોહરી અને પિછોરે બેઠક 2018માં જીતી હતી. જ્યારે શિવપુરી ટાઉન અને કોલારસ ભાજપના ફાળે આવી હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસે કરેરા અને પોહરી બેઠક મેળવી લીધી છે.
ભાજપ પીછોરે બેઠકમાં આગળ રહી અને શિવપુરી તેમજ કોલરસ બેઠક પણ મેળવી લેશે તેવું લાગી રહ્યું છે. ગ્વાલિયર-ચમ્બલ વિસ્તારમાં 34 વિધાનસભાની બેઠકો છે. જેમાં 230 કુલ વિધાનસભાની ઉકળતા ચરુ જેવી 10 ટકા બેઠકોનો સમાવેશ થાય છે.
આજે ભાજપની જીત પાછળનું મુખ્ય કારણ સિંધિયાને માનવામાં આવી રહ્યા છે. સિંધિયા પણ ભાજપની જીત બાદ કહી રહ્યા છે કે ભાજપની જીત માટે તેમણે ખૂબ વિશ્વાસ હતો. સિંધિયાએ કહ્યું કે મધ્ય પ્રદેશની જનતાએ અમને જે મોટી જીત અપાવી તે બદલ ખૂબ ખૂબ આભાર. વડા પ્રધાન મોદીનું નેતૃત્વ કામ આવ્યું.