- PM મોદીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચનો નજારો દૂરથી જોયો
- PM મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ પર સ્ટેડિયમનો ફોટો શેર કર્યો
- PM મોદીએ તમિલનાડુને ઘણા વિકાસ પ્રોજેક્ટ આપ્યા
ચેન્નઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ ચેન્નઈના પ્રવાસ પર હતા. ચેન્નઈ પહોંચતા જ જ્યારે વડા પ્રધાનનું હેલિકોપ્ટર એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમની નજીકથી પસાર થયું ત્યારે તેમણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચનો નજારો દૂરથી જોયો હતો.
PM મોદીએ લખ્યું કે, આકાશમાંથી એક મનોરંજક મેચનું દ્રશ્ય જોયું
વડાપ્રધાને વિલંબ કર્યા વિના તેમના ટ્વિટર હેન્ડલ પર સ્ટેડિયમનો ફોટો શેર કર્યો હતો, જેમાં વ્હાઈટ પોશાકમાં સફેદ ખેલાડી દેખાઈ રહ્યા છે. ટ્વિટ કરતા વડાપ્રધાને લખ્યું કે, તેમણે આકાશમાંથી એક મનોરંજક મેચનું દ્રશ્ય જોયું.
PM મોદીએ તમિલનાડુને ઘણા વિકાસ પ્રોજેક્ટ આપ્યા
મોદી રવિવારના રોજ તમિલનાડુના પ્રવાસે હતા. જ્યાં તેમણે રાજ્યને ઘણા વિકાસ પ્રોજેક્ટ આપ્યા.
PM મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર MA ચિદમ્બરમ સ્ટેડિયમનો ફોટો શેર કર્યો
મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ પર સ્ટેડિયમનો ફોટો તસવીર શેર કરતાં લખ્યું કે, "આકાશમાંથી ચેન્નઈમાં ચાલી રહેલા મનોરંજક મેચનું દ્રશ્ય જોયું". આનો અર્થ એ કે, વડાપ્રધાનને એ વાતની જાણકારી છે કે, બીજી ટેસ્ટ મેચ એક રસપ્રદ મોડ પર છે.
ભારતીય ટીમે મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમવામાં આવી રહી છે. જ્યાં ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે પ્રથમ દાવમાં 329 રન બનાવ્યા બાદ ટી બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં 106 રન પર આઠ વિકેટ લઈને મેચમાં પોતાની પકડ મજબૂત કરી હતી.