લખનઉ : અત્યારે ભારત અને પાકિસ્તાનમાં માત્ર બે જ લોકોની સૌથી વધુ ચર્ચા થાય છે, તે છે પાકિસ્તાની યુવતી સીમા ગુલામ હૈદર અને ભારતીય યુવતી અંજુ. સીમા તેના પ્રેમી સચિનને મળવા પાકિસ્તાનથી ભારત આવી હતી. જ્યારે જયપુરની અંજુ તેના કથિત પ્રેમી નસરુલ્લાને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ગઈ હતી. લખનઉમાં પણ આવી યુવતીઓ છે જેઓની વાર્તા સીમા અને અંજુની આસપાસ ફરે છે.
પતિનો ત્રાસ : આ વાત લખનઉની એક યુવતીની છે, જેણે અંજુ જેમ પાકિસ્તાની યુવક સાથે લગ્ન કરીને પાકિસ્તાનની નાગરિકતા લીધી છે. પરંતુ પાકિસ્તાનમાં તેના પર થયેલા ત્રાસને કારણે તે આખરે લખનઉ પરત આવી હતી. પરંતુ ત્યારબાદ જેલમાં જવું પડ્યું હતું. આવો જાણીએ લખનઉની હસમત આરાની આપવીતી...
બે પુત્ર-પુત્રીની માતા : સઆદતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR માં અંજુ અને સીમા જેવી યુવતી કિસ્સો નોંધવામાં આવ્યો છે. જે આજે ફરી તાજો થયો છે. FIR નોંધાવનાર સબ-ઈન્સ્પેક્ટર સાજિદ બેગે જણાવ્યું કે, મૂળ રાયબરેલીની રહેતી હસમત આરાએ વર્ષ 1980 માં પાકિસ્તાનના શહનાઝીર આલમ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે પણ યુવક સાથે પાકિસ્તાનમાં રહેવા ગઈ હતી. હસમત આરાએ પાકિસ્તાનની નાગરિકતા પણ લીધી હતી. આમ તે સંપૂર્ણ પાકિસ્તાની બની ગઈ હતી. લગ્નજીવન દરમિયાન હસમત આરાએ બે પુત્રી અને બે પુત્રોને જન્મ આપ્યો હતો.
હસ્મત આરાના પાકિસ્તાની પતિ શહનાઝીર આલમ સાથે વર્ષ 1987 માં લખનઉથી પાકિસ્તાન ગયા હતા. તેણે તેના પર જુલમ કરવાનું શરૂ કર્યું હતું. જેનાથી તે નારાજ થઈ ગઈ હતી. આખરે વિઝા મળ્યા બાદ તેના ચાર બાળકો સાથે ભારત પરત આવી હતી. હસમતનો વિઝા 11 નવેમ્બર 1998 સુધી જ માન્ય હતો. આ દરમિયાન લખનઉમાં હસમતના બીજા લગ્ન પણ થયા હતા.-- સાજિદ બેગ (સબ-ઇન્સ્પેક્ટર)
શા માટે થઈ ધરપકડ ? હસમત આરાના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી. પરંતુ હજુ પણ તે પાકિસ્તાની નાગરિક હતી. LIU એ પોલીસને જાણ કરી કે હસમત આરા 24 વર્ષથી વિઝા વિના લખનૌમાં રહી હતી. પોલીસે તેની 28 ઓક્ટોબર 2022 ના રોજ રાજધાનીના લકડમંડી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. પોલીસે હસમત અને તેના ચાર બાળકો સામે ફોરેનર્સ એક્ટ, 1946 ની કલમ 13 અને 14 હેઠળ કેસ નોંધ્યો હતો. હાલમાં તેમને જેલમાં મોકલી દીધા છે.