ETV Bharat / bharat

Loksabha Ethics meeting: આજે લોકસભાની એથિક્સ કમિટીની બેઠક, મોઇત્રાના કેસમાં સ્વીકારવામાં આવી શકે છે રિપોર્ટ

સંસદમાં પૈસા લઈને પ્રશ્ન પુછવાના મામલે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે. આ મામલે આજે લોકસભાની એથિક્સ કમિટીમાં રિપોર્ટ સ્વીકારવામાં આવી શકે છે.

તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 7:25 AM IST

નવી દિલ્હી: લોકસભાની એથિક્સ કમિટીની ગુરુવારે બેઠક મળશે, જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સામે 'પૈસા લઈને પ્રશ્નો પૂછવા'ના કેસમાં ડ્રાફ્ટ રિપોર્ટ સ્વીકારી શકાય છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મોઇત્રા વિરુદ્ધ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી હતી. તેમણે મોઇત્રા પર ગિફ્ટના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર અદાણી જૂથને નિશાન બનાવવા માટે લોકસભામાં પ્રશ્નો પૂછવાનો આરોપ મૂક્યો હતો.

લોકસભા એથિક્સની કમિટીમાં કોણ છે: 15 સભ્યોની આ સમિતિમાં ભાજપના સાત સભ્યો, કોંગ્રેસના ત્રણ અને બસપા, શિવસેના, વાયએસઆર કોંગ્રેસ પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને જનતા દળ (યુનાઈટેડ)ના એક-એક સભ્ય છે. કમિટી દ્વારા મોઇત્રા સામેના લાગેલા આરોપો બદલ ગંભીર વલણ અપનાવે તેવી શક્યતા છે, ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસના સાંસદે છેલ્લી બેઠકમાં વિપક્ષી સભ્યો સાથે ગુસ્સે થઈને બહાર નીકળ્યા બાદ સમિતિના વડા વિનોદ કુમાર સોનકર પર અભદ્ર અને અંગત પ્રશ્નો પૂછવાનો આરોપ મૂક્યો હતો. એવા સંકેતો મળી રહ્યાં છે કે, વિપક્ષી સભ્યો અસંમતિ નોંધ આપવામાં આવે તેવી શક્યતા વચ્ચે, સમિતિ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પોતાની રિપોર્ટમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ વિરુદ્ધ ભલામણ કરી શકે છે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે તેના સભ્યો એન ઉત્તમ કુમાર રેડ્ડી અને વી વૈથિલિંગમ અસંમતિ નોંધ રજૂ કરશે. કોંગ્રેસના ક્વોટામાંથી સમિતિના ત્રીજા સભ્ય પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહના પત્ની પરનીત કૌર છે. અમરિંદર સિંહ કોંગ્રેસ છોડી ચુક્યાં છે.

વિપક્ષી સભ્યોના વલણ પર નજર: બસપાના સભ્ય કુંવર દાનિશ અલી પણ પોતાની અસહમતિ રજૂ કરી શકે છે. 2 નવેમ્બરના રોજ સમિતિની બેઠકમાં હાજર તમામ પાંચ વિપક્ષી સભ્યોએ એવો આક્ષેપ કરીને મીટિંગમાંથી વોકઆઉટ કર્યું હતું કે, સોનકરે તેમને મોઇત્રાની યાત્રા, હોટેલમાં રોકાણ અને ટેલિફોન વાતચીત કરવાના સંદર્ભમાં તેમને અંગત અને અભદ્ર પ્રશ્નો પૂછ્યા હતા. બેઠક બાદ મોઇત્રાએ આરોપ લગાવ્યો હતો કે, તેમનું એક રીતે વસ્ત્રાહરણ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સભ્યોના દાવાને નકારી કાઢતા સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે, આ બધું તૃણમૂલ કોંગ્રેસના સાંસદને બચાવવા માટે કરવામાં આવ્યું હતું. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મોઇત્રા પર લાંચના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર અદાણી જૂથને નિશાન બનાવવા માટે લોકસભામાં પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો છે.

શું હતી મોઈત્રાની સ્પષ્ટતા: મોઈત્રાએ કહ્યું કે તે હીરાનંદાની જ હતા જેમણે મોઇત્રાના સાંસદ વાળા લોગિનનો ઉપયોગ વિવિધ સ્થળો, મોટાભાગે દુબઈથી પ્રશ્નો દાખલ કરવા માટે કર્યો હતો. મોઇત્રાએ કબૂલ્યું છે કે હિરાનંદાનીએ તેના લોગિનનો ઉપયોગ કર્યો હતો, જોકે તેણે કોઈપણ નાણાકીય લાભના આરોપને નકારી કાઢ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદનું કહેવું છે કે મોટાભાગના સાંસદો તેમના લોગિનનું વિવરણ અન્ય લોકો સાથે શેર કરે છે.

  1. TMC MP Mahua Moitra : TMC સાંસદના નિવેદનને લઈને જૈન સમાજની ઉગ્ર આંદોલનની ચીમકી
  2. તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના નિવેદન સામે જૈન સમાજમાં રોષ, સમાજની માફીની માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.