ETV Bharat / bharat

Raipur Crime News : પ્રેમિકાની ડેડ બોડી સાથે રહેતો હતો પ્રેમી, રૂમમાં દુર્ગંધ આવતા થયો ખુલાસો - રાયપુર ક્રાઈમ ન્યૂઝ

રાયપુરમાં રૂમમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ખાસ વાત એ છે કે, તેનો પ્રેમી યુવતીના મૃતદેહ સાથે રહેતો હતો. આ મામલો ત્રણ દિવસ પછી પ્રકાશમાં આવ્યો જ્યારે રૂમમાંથી દુર્ગંધ આવી હતી. પ્રેમીની વાત માનીએ તો યુવતીએ ત્રણ દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ ડરના કારણે તેણે કોઈને કહ્યું ન હતું.

Raipur Crime News : પ્રેમિકાની ડેડ બોડી સાથે રહેતો હતો પ્રેમી, રૂમમાં દુર્ગંધ આવતા થયો ખુલાસો

author img

By

Published : Apr 11, 2023, 7:25 PM IST

છત્તીસગઢ : મૃતદેહ સાથે સૂવાના સમાચાર તો તમે જોયા જ હશે. ઘણીવાર માત્ર માનસિક વિકૃત લોકો જ આવું કરે છે, પરંતુ આ વખતે રાજધાની રાયપુરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પ્રેમી તેની પ્રેમિકાના મૃતદેહ સાથે સૂતો હતો. આ દરમિયાન તે માત્ર ખાવા માટે જ બહાર જતો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે રૂમમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. જે બાદ પોલીસને માહિતી મળી હતી. યુવક કહે છે, "તેની ગર્લફ્રેન્ડે આત્મહત્યા કરી લીધી છે. ડરના કારણે તેણે કોઈને જાણ કરી નહોતી".

શું છે મામલો : આ સમગ્ર મામલો ટીકરાપરા પોલીસ સ્ટેશન વિસ્તારના લાલપુરનો છે. મહાસમુંદની રહેવાસી બસંતી યાદવ તિલડામાં રહેતા ગોપી નિષાદ સાથે ભાડાના મકાનમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. બંને MMI હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતા હતા. યુવકે પોલીસને જણાવ્યું હતું કે, "બંનેના લગ્ન થવાના હતા, પરંતુ તેણે બે દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી." યુવક મૃતદેહ સાથે રહેવા લાગ્યો હતો, પરંતુ પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જોકે, પોલીસને આશંકા છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad police: પત્નીને કરેલા મેસેજથી આત્મહત્યા અટકી, મૃત્યું હાર્યું મિલનની જીત

પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે : પોલીસે ઘટના સંદર્ભે મકાન માલિકની પૂછપરછ કરી હતી. મકાનમાલિકે જણાવ્યું હતું કે, "બે દિવસથી યુવતી જોવા મળી ન હતી. યુવક ખાવા માટે રૂમમાંથી બહાર આવ્યો હતો. યુવતી વિશે પૂછતાં તેણે કહ્યું કે તેની તબિયત સારી નથી. તે રૂમમાં સૂઈ રહી છે. સવારે જ્યારે રૂમમાં દુર્ગંધ આવી ત્યારે મકાન માલિકે રૂમ ખોલીને જોયું તો ક યુવતીનો મૃતદેહ પલંગ પર હતો. મકાનમાલિકની સામે યુવક હાથ જોડીને રડતો હતો અને પોલીસને ના કહેવાનું કહી રહ્યો હતો. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.

આ પણ વાંચો : Rajkot Suicide Case: પ્રેમી યુગલે સજોડે કરી આત્મહત્યા, રેલવે ટ્રેક પર જીવન પડતું મૂક્યું

શું કહે છે પોલીસ : આ મામલાને લઈને CSP રાજેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, રૂમમાંથી યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યે હતે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેના પ્રેમી ગોપીની પોલીસે અટકાયત કરી છે. તેની પૂછપરછ ચાલી રહી છે.''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.