ઔરંગાબાદઃ બિહારના ઔરંગાબાદ જિલ્લામાંથી એક દર્દનાક ઘટના (lover commit suicide with his 6 friend) સામે આવી છે. અહીં 6 છોકરીઓએ એકસાથે ઝેર ખાધું હતું, જેમાંથી 3 છોકરીઓના મોત (Three Teenagers Died After Consuming Poison) થયા છે અને 3 છોકરીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેમની હાલત નાજુક છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો: ભગવા કપડા પહેરીને બળાત્કારની ધમકી આપતા યુવકનો વીડિયો વાયરલ, પોલીસે દાખલ કર્યો કેસ
પ્રેમિકા અને તેની 6 બહેનપણીઓએ ખાધું ઝેરઃ ઔરંગાબાદ જિલ્લાના કસ્મા વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે 6 બહેનપણીઓએ એકસાથે ઝેર ખાઈ લીધું (Teenagers Died After Consuming Poison) હોવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. કહેવાય છે કે, તમામ 6 છોકરીઓ મિત્રો હતી. આ પૈકી એક યુવતીને તેના જ સંબંધી સાથે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. પરંતુ, છોકરાએ લગ્ન કરવાનો ઇનકાર (Lover refused to marry) કર્યો, તેથી પહેલા તે છોકરીએ ઝેર ખાધું અને બાદમાં તેના 5 મિત્રોએ પણ ઝેર ખાધું. 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 3ને ગંભીર હાલતમાં મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તેમની સારવાર કરી રહેલા તબીબોના જણાવ્યા અનુસાર, ત્રણેય બાળકીઓની હાલત ચિંતાજનક છે. પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.
છોકરાએ લગ્ન કરવાની ના પાડી: 'મામલો બહુ ગંભીર છે. મૃતક યુવતી પૈકી એક યુવતીને તેના સંબંધી સાથે પ્રેમસંબંધ ચાલતો હતો. યુવતીએ તેની બહેનપણીઓ સાથે છોકરા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને તેની સાથે લગ્ન કરવાની વાત કરી, પરંતુ છોકરાએ લગ્ન કરવાની ના પાડી. પ્રેમીનો ઇનકાર સાંભળીને તમામ યુવતીઓ પોતાના ગામ પાછી આવી ગઈ. થોડા સમય પછી છોકરાના પ્રેમમાં પડેલી છોકરીએ ઝેર ખાઈ લીધું, તેને જોઈને તેની બહેનપણીઓએ પણ એક પછી એક ઝેર પી લીધું.
આ પણ વાંચો: Girl abducted in Ahmedabad: પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે કર્યું અપહરણ, માતા સહિત 6 લોકોની ધરપકડ
ઝીણવટભરી તપાસ: એસપી કંતેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, આમા તમામ કિશોરીઓની ઉંમર 12 થી 16 વર્ષની વચ્ચે છે, તમામ અલગ-અલગ ઘરની રહેવાસી છે. એસપીએ એમ પણ કહ્યું કે, એકસાથે 3ના મોતનું કારણ સ્પષ્ટ નથી થયું, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.