અમદાવાદ : દરરોજ ETV ભારત તમારી પ્રેમ કુંડળી જણાવે છે જેમાં લવ લાઈફ વિશે કેટલીક ખાસ માહિતી છે તેના આધારે તમે તમારા દિવસની આયોજન બનાવી શકો છો અથવા તો તમે તેમાં દર્શાવેલ સાવચેતીમાં સાવચે તેવું લઈ શકો છો મેષ રાશિથી મીન રાશીના લોકો માટે કેવું છે આજનો પ્રેમ રાશિફળ વાંચો તમારી લવ લાઈફ સાથે જોડાયેલી મહત્વની કેટલીક વાતો.
મેષઃ આજે પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. મિત્રો અને પ્રિયજનો સાથે સમાધાન થશે, પરંતુ બપોર પછી સ્વાસ્થ્યમાં બદલાવ આવી શકે છે. પરિવારના સભ્યો સાથે મતભેદના સંદર્ભો પણ હોઈ શકે છે. બહાર ખાવા-પીવામાં ધીરજ રાખો. તમારી વાણી પર સંયમ રાખો જેથી વાત કરતી વખતે કોઈની સાથે આક્રમક ભાષાનો ઉપયોગ ન થાય. પરિવાર અને મિત્રો સાથે સમય સારો રહેશે.
વૃષભઃ ઘરના સભ્યો સાથે જરૂરી ચર્ચા થશે. ઘરની સુંદરતા વધારવામાં વ્યસ્ત રહેશો. માતાના વિશેષ આશીર્વાદ મળશે. મિત્રો તરફથી લાભ થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે. નવી મિત્રતાથી મન પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોમાં આગળ વધવાની ઉતાવળ ન કરવી.
મિથુનઃ પારિવારિક ક્ષેત્રમાં તમારો દિવસ ખૂબ જ સારો પસાર થશે. કામનો બોજ વધવાથી સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે, પરંતુ બપોર પછી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. મિત્રો સાથે સુખદ મુલાકાત થશે. પર્યટન પર જવાની સંભાવના રહેશે. તમે સામાજિક કાર્યોમાં સહયોગ કરશો.
કર્કઃ આજે તમે શારીરિક થાક અને માનસિક રીતે બેચેન અનુભવશો. વધુ પડતા ગુસ્સાને કારણે કોઈની સાથે વિવાદ થઈ શકે છે, પરંતુ બપોર પછી તમારી સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે.
સિંહઃ આજનો દિવસ કોઈ પ્રિય મિત્રની મુલાકાતના કારણે આનંદમાં પસાર થશે. પ્રવાસ કે પર્યટનનું આયોજન કરવામાં આવશે. સામાજિક કાર્યોમાં ભાગ લેવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. કાર્યભાર વધવાથી સ્વાસ્થ્યમાં થોડો બગાડ થશે.
કન્યાઃ આજે તમે કોઈ વાત પર ઉંડાણપૂર્વક વિચાર કરશો. તમારું ધ્યાન જ્યોતિષ કે આધ્યાત્મિકતા તરફ આકર્ષિત થશે. આજે સમજી-વિચારીને બોલો જેથી તમારો કોઈ સાથે વિવાદ ન થાય. સ્વાસ્થ્ય નરમ રહેશે. ધાર્મિક અને શુભ પ્રસંગોમાં ભાગ લઈ શકશો.
તુલા: તમારી વાણી પર નિયંત્રણ રાખો. ગુપ્ત શત્રુઓથી સાવધ રહો. આજે નવું કામ શરૂ ન કરવું. જો તમે કાર્યસ્થળ પર ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો, તો તમે ચોક્કસપણે તેને પૂર્ણ કરી શકશો. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો મધુર રહેશે. પરિવાર સાથે પ્રવાસ થવાની સંભાવના છે.
વૃશ્ચિકઃ આજે તમે બહાર ખાવા પીવાની મજા માણી શકશો. આજે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. પરિવાર સાથે દિવસ સારો રહેશે. લોકો સાથે તમારો વ્યવહાર સારો રહેશે. ટૂંકા રોકાણની શક્યતા છે. બપોર પછી મિત્રો અને સંબંધીઓ સાથે પ્રવાસનું આયોજન કરી શકશો.
ધનુ: ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. નોકર અને સહકર્મીઓ તમારા સહાયક બનશે. કાર્યમાં સફળતા અને કીર્તિ મળશે. વિરોધીઓ અને ગુપ્ત દુશ્મનો તેમની યોજનાઓમાં નિષ્ફળ જશે. મિત્રો સાથે મુલાકાત થશે. આજે પરિવારની જરૂરિયાતો પર પૈસા ખર્ચ થશે.
મકરઃ આજે ભાગ્ય તમારો સાથ આપશે નહીં, જેના કારણે તમે ઘણી નિરાશાનો અનુભવ કરશો. સંતાનની ચિંતા રહેશે. ઘરના વડીલોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. શારીરિક રીતે અસ્વસ્થ રહી શકો છો. પેટના દુખાવાની સમસ્યા રહેશે.
કુંભઃ આજે તમારા સ્વભાવમાં વધુ પડતી ભાવનાત્મકતાના કારણે માનસિક બેચેની રહેશે. માતા તરફથી વધુ પ્રેમનો અનુભવ થશે. મહિલાઓ સૌંદર્ય પ્રસાધનો, કપડાં કે ઘરેણાંની ખરીદી પર પૈસા ખર્ચ કરશે. ક્રોધ સ્વભાવમાં રહી શકે છે.
મીન: જીવનસાથી સાથે વધુ નિકટતાનો અનુભવ થશે. મિત્રો સાથે નાની યાત્રા કે પર્યટનનું આયોજન થશે. વિરોધીઓ પર વિજય થશે. આજે તમારા વિચારોમાં સ્થિરતા રહેશે, જેના કારણે તમે કોઈપણ કાર્યને સારી રીતે ઉકેલી શકશો.