નવી દિલ્હીઃ ગુરુવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદના વિશેષ સત્રમાં થયેલા કામગીરી વિશે માહિતી આપી હતી. જેમાં તેમણે સંસદના વિશેષ સત્રની ચાર બેઠકો વિશે જણાવ્યું હતું. ચારેય બેઠકોમાં કુલ કામગીરી 132 ટકા થઈ હોવાનું અધ્યક્ષે જણાવ્યું હતું. અનિશ્ચિત કાળ સુધી નીચલા ગૃહને સ્થગિત કરતા પહેલા અધ્યક્ષે જણાવ્યું કે, આ સત્રને સંસદીય ઈતિહાસમાં એક ઐતિહાસિક સત્રના સ્વરૂપે નોંધવામાં આવશે. આ સત્રની શરૂઆત એક નવા ભવનથી થઈ હતી.
132 ટકા કામગીરીઃ 31 કલાક ચાલેલી બેઠકો દરમિયાન લોકસભામાં 132 ટકા કામ થયું છે. વિશેષ સત્ર દરમિયાન એક વિધેયકને મંજૂરી મળી જ્યારે બીજુ વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. 19મી સપ્ટેમ્બરે રજૂ થયેલા નારી શક્તિ વંદન અધિનિયમ શિર્ષકવાળા 128 બંધારણીય સુધારા વિધેયક પર કુલ 9 કલાક 57 મિનિટ ચર્ચા ચાલી હતી.
મહિલા આરક્ષણ વિધેયક બે તૃતિયાંશ બહુમતિથી પસારઃ આ વિધેયક પર ચર્ચામાં 32 મહિલાઓ સહિત કુલ 60 સભ્યોએ ભાગ લીધો. વિધેયકને બંધારણીય માપદંડો અનુસાર બે તૃતિયાંશ બહુમતિથી મંજૂર કરવામાં આવ્યું. વડાપ્રધાને શરૂ કરેલી સંવિધાન સભા જેમાં 75 વર્ષીય સંસદીય યાત્રા પર કુલ 6 કલાક 43 મિનિટ ચર્ચા ચાલી. જેમાં 36 સભ્યોએ ભાગ લીધો.
કુલ 120 ડોક્યુમેન્ટ્સ રજૂ થયાંઃ 20 સપ્ટેમ્બર 2023ના રોજ સ્ટેન્ડિંગ કમિટિ દ્વરા 73એ અંતર્ગત એક રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. 21 સપ્ટેમ્બર 2023ના રોજ કેન્દ્રીય સુરક્ષા પ્રધાન રાજનાથ સિંહે ચંદ્રયાન-3ને ભારતની ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. આ ચર્ચા 12 કલાક 25 મિનિટ ચાલી જેમાં 87 સભ્યોએ ભાગ લીધો. અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે સદનમાં કુલ 120 ડોક્યુમેન્ટ્સની રજૂઆત કરવામાં આવી છે.