- મહારાષ્ટ્રમાં કોરોના ફરી વકર્યો
- મહારાષ્ટ્રના નાગપુરમાં લોકડાઉન
- સતત વધતા કેસને લઇને લેવાયો નિર્ણય
મુંબઇ : મહારાષ્ટ્રમાં કોરોના વધતા સરકારે નાગપુરમાં લોકડાઉન લગાવી દીધું છે. ગુરુવારે જાહેરાત કરતી વખતે નાગપુરના પાલક પ્રધાન નીતિન રાઉતે કહ્યું કે, 15થી 21 માર્ચ સુધી શહેરમાં સંપૂર્ણ લોકડાઉન રહેશ, એટલે કે કોઈને બહાર નીકળવાની છૂટ મળશે નહીં, ફક્ત આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે.
નાગપુરમાં 1710 નવા કેસ નોંધાયા હતા
તમને જણાવી દઈએ કે, બુધવારે નાગપુરમાં 1710 નવા કેસ નોંધાયા હતા. 173 દિવસ પછી કોરોનાના સૌથી વધુ કેસ એક દિવસમાં આવવાનો આ રેકોર્ડ છે. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે કહ્યું હતું કે 20 થી 40 વર્ષની વય જૂથની મહિલાઓ અને લોકોમાં કોરોનાના નવા કેસ આવી રહ્યા છે. પાલિકાના વહીવટીતંત્રે કહ્યું હતું કે લોકો કોરોનાને હળવાશથી લઈ રહ્યા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઈ સુધી લંબાવાયું, રાજ્ય સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા
નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રાધાકૃષ્ણન બીએનું નિવેદન
નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રાધાકૃષ્ણન બીએ બુધવારે કહ્યું હતું કે લોકો રોગચાળાને હળવાશથી લઈ રહ્યા છે, તેમની મદદ વિના આપણે રોગચાળાને કાબૂમાં કરી નહીં શકીએ. સરકારે બધી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે, અમે નથી ઇચ્છતા કે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવે, પરંતુ જો પરિસ્થિતિ વધુ ખરાબ થશે તો પછી અમે લોકડાઉન જાહેર કરી શકીએ છીએ.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં લોકડાઉન ઉલ્લંઘન કરતાં 16,962 લોકો પકડાયા