ETV Bharat / bharat

Lucknow Crime: CM યોગીના નિવાસસ્થાને બોમ્બ હોવાની માહિતી, જો કે કશું શંકાસ્પદ મળ્યું નહિ

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના લખનઉ સ્થિત ઘરની બહાર બોમ્બ વિસ્ફોટના સમાચારથી ચકચાર મચી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ વિભાગ અને ગુપ્તચર એજન્સીઓ સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગઈ હતી.

પોલીસ વિભાગ અને ગુપ્તચર એજન્સીઓ સંપૂર્ણ રીતે એલર્ટ

author img

By

Published : Feb 17, 2023, 6:59 PM IST

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના લખનઉમાં આવેલા નિવાસસ્થાનની બહાર બોમ્બ વિસ્ફોટ માહિતી મળી હતી. બોમ્બની માહિતી મળ્યા બાદ કાલિદાસ માર્ગ પર આવેલા મુખ્યપ્રધાન આવાસ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસની ટીમ મુખ્યપ્રધાનના આવાસની આસપાસ તપાસ કરી રહી છે. જો કે પોલીસે બોમ્બ અંગેની માહિતીને ખોટી ગણાવી છે.

સીએમ આવાસની સુરક્ષા વધારાઈ: લખનઉના ડીસીપી સેન્ટ્રલનું કહેવું છે કે સીએમ ઓફિસમાં બોમ્બ હોવાની માહિતી દિલ્હી હેડક્વાર્ટરમાં આપવામાં આવી હતી. સીએમ ઓફિસ અને તેની આસપાસ બોમ્બ શોધવામાં આવી રહ્યા છે. જો કે તેમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. આ સાથે સીએમ આવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Chit Fund Case Rajkot: રાજ્યભરમાં 600 કરોડનું ફુલેકુ ફેરવનાર આરોપી ઝડપાયો

માહિતી નકલી હોવાનું આવ્યું સામે: લખનઉ પોલીસને દિલ્હી કંટ્રોલ રૂમમાંથી જાણ કરવામાં આવી હતી કે યોગી આદિત્યનાથના ઘર પાસે બોમ્બ હોવાની જાણ થઈ હતી. માહિતી મળતાની સાથે જ મોટી સંખ્યામાં પોલીસદળોએ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે નિવાસસ્થાનની સઘન તપાસ હાથ ધરી હતી. પરંતુ કશું મળ્યું ન હતું. ગૌતમપલ્લી ઈન્સ્પેક્ટર સુધીર અવસ્થીએ જણાવ્યું કે હાલમાં આ માહિતી નકલી છે. દિલ્હી પોલીસે પણ આ માહિતીને નકલી ગણાવી છે. પૂછપરછ કરવા પર જાણવા મળ્યું કે દિલ્હી કંટ્રોલ રૂમને એક જ ભાષામાં ઘણા રાજ્યોમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ લખનઉ પોલીસને માહિતી આપવામાં આવી હતી. હાલમાં સીએમ આવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Nikki Yadav murder case: 250 પોલીસકર્મીઓ 35 કિલોમીટરના CCTV ફૂટેજનું કરશે નિરીક્ષણ, સાક્ષીઓની શોધ શરૂ

પોલીસ વિભાગ એલર્ટ: દિલ્હી પોલીસ હેડક્વાર્ટર ખાતે અજાણ્યા નંબર પરથી આવેલા કોલમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના લખનૌ સ્થિત નિવાસસ્થાને બોમ્બ હોવાની માહિતી મળી હતી. માહિતી મળતા જ ઈન્ટેલિજન્સથી લઈને સમગ્ર પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયું હતું. LIU અને પોલીસ ફોર્સ સીએસના નિવાસસ્થાને પહોંચી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ પહોંચી હતી. જો કે, દરેક સ્તરની તપાસમાં કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. તેના પર પોલીસ અધિકારીઓએ આ માહિતીને અફવા ગણાવી હતી. હવે ગુપ્તચર વિભાગની ટીમો તપાસ કરી રહી છે કે કોલ ક્યાંથી આવ્યો અને કોણે કર્યો. જે મામલે પોલીસે હાથ ધરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.