ETV Bharat / bharat

Unique demand for transfer : ટ્રાન્સફરના નામે લાઇનમેન સામે અનોખી માગ કરનાર JEને કરાયો સસ્પેન્ડ - ટ્રાન્સફર માટે અનોખી માગ

લખીમપુર ખેરી જિલ્લામાં એક લાઇનમેને આત્મહત્યા કર્યાનો બનાવ(Lineman commits suicide in Lakhimpur Kheri) સામે આવ્યો છે. તેમજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મરતા પહેલા તેને એક ચોકાવનારો ખુલાસો(Lineman's revelation on suicide) કરાતા જણાવ્યું હતું કે, તે ટ્રાન્સફર માટે અમુક સમયથી JEના ચક્કર લગાવી રહ્યો હતો, પરંતુ JEએ ટ્રાન્સફર માટે એક લાખ રૂપિયા અને તેની પત્નીની એક રાત માટે પોતાની જોડે મોકલવાની માંગણી કરી(Unique demand for transfer) હતી. આ બાબતનું લાગી આવતા તેને આત્મવિલોપનનો માર્ગ અપનાવ્યો છે.

Unique demand for transfer
Unique demand for transfer
author img

By

Published : Apr 11, 2022, 6:57 PM IST

લખીમપુર ખેરીઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં તૈનાત એક લાઇનમેને આત્મહત્યા કરી(Lineman commits suicide in Lakhimpur Kheri) લીધી છે. મરતા પહેલા જણાવ્યું હતું કે, ટ્રાન્સફર માટે તે JEના ચક્કર લગાવતો હતો. ઝડપી ટ્રાન્સફર માટે JE દ્વારા એક અલગ પ્રકારની માંગણી(Unique demand for transfer) કરતા તેણે જણાવ્યું હતું કે, એક લાખ રુપિયા અને તેની પત્નીને એક રાત માટે તેને ત્યાં મોકલવાની માંગણી કરી હતી. આ કારણોસર લાઇનમેને આત્મહત્યા કરી હતી. લાઇનમેનને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ પણ તેની પત્ની દ્વારા JE પર લગાવામાં આવ્યો છે.

આ પણ વાંચો - KCR protest in Delhi : કે ચંદ્રશેખર રાવે કેન્દ્રને આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ કહ્યુ કે..

વીજ નિગમના લાઇનમેન યુનિયનમાં રોષની લાગણી - આ સાથે પાલિયા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. તે જ સમયે, ડીએમની સૂચના પર, અધિક્ષક ઈજનેર રામ શબ્દે JE નાગેન્દ્ર શર્માને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત એક લાઇનમેન સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાને લઈને વીજ નિગમના લાઇનમેન યુનિયનમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો - AR Rahman response to shah's Comment : શાહના નિવેદન પર રહેમાનનું નિવેદન, 'તમિલ ભાષા પણ તમામ લોકોને જોડવાનું કામ કરે છે'

આત્મહત્યા માટે કરાયો મજબુર - લાઇનમેન ગોકુલ યાદવ, જે અગાઉ ખેરી જિલ્લામાં ભારત નેપાળ સરહદના ધાહાપુર ખાતે તૈનાત હતા, તેમની બદલી અલીગંજ કરવામાં આવી હતી. ગોકુલના ચાર બાળકો અને પત્ની પાલિયામાં રહેતા હતા. ગોકુલ લાંબા સમયથી પાલિયાની બદલીને લઈને ચિંતિત હતો. પરંતુ JE નાગેન્દ્ર શર્મા તેમની વાત માનવા તૈયાર ન હતા. આ બાબતથી કંટાળીને લાઇનમેન ગોકુલે પેટ્રોલ નાંખીને આગ ચાંપી લીધી હતી. ગોકુલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં રવિવારે તેનું મૃત્યુ થયું હતું.

JEને બરતરફ - લાઇનમેનની પત્નીએ રવિવારે પાલિયા પોલીસને કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, JE નાગેન્દ્ર શર્મા ટ્રાન્સફર માટે એક લાખ રૂપિયા અને એક રાતની માંગ કરી રહ્યો હતો. CO સંજય નાથ તિવારીનું કહેવું છે કે, કાર્યવાહી કરવામાં આવી રહી છે. લાઇનમેન ગોકુલના મૃત્યુ પછી, DM મહેન્દ્ર બહાદુર સિંહ, અધિક્ષક ઇજનેર રામ શબ્દના નિર્દેશ પર DMએ JE નાગેન્દ્ર શર્માને સસ્પેન્ડ કરી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.