- યુપી-રાજસ્થાનમાં અલગ અલગ વિસ્તારોમાં વીજળી પડી હતી
- મુખ્યપ્રદાન યોગી આદિત્યનાથે દુ:ખ વ્યકત કર્યું
- ખરાબ હવામાનમાં વીજળી (Lightning) પડવાથી સાત લોકોનાં મોત નીપજ્યાં
હૈદરાબાદ: યુપીના પ્રયાગરાજ જિલ્લામાં ચાર જગ્યાએ રવિવારે વીજળી પડવાના કારણે કુલ 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં સોરાવમાં મહત્તમ 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમપી સિંહે જણાવ્યું હતું કે, બુધવારે ભારે વરસાદ સાથે વીજળી પડતા અનેક વિસ્તારોમાં વીજકાપ થયો હોત. જેના કારણે સોરાવમાં 6, કોરાવમાં 3, બારામાં 3 અને કરથનામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત કાનપુર ડિવિઝનમાં 18, કૌશંભીમાં 4, પ્રતાપગમાં 1, આગ્રામાં 3 અને વારાણસી અને રાયબરેલી જિલ્લામાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 30 થી વધુ લોકો બળી ગયા હતા.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમપી સિંહનું નિવેદન
તેમણે જણાવ્યું હતું કે, કોરાંવના ભગેસર ગામમાં મૃત્યુ પામેલા બે કિશોર- રામરાજ અને પુષ્પેન્દ્રનો સમાવેશ થાય છે. આવી જ રીતે બારામાં કારિયા કલા ગામના વિમલેશકુમારનું વીજળી પડવાના કારણે મોત નીપજ્યું હતું. આ ઉપરાંત એક ભેંસ, ચાર બકરીયા, મેજામાં એક ભેંસ અને સોરાંવમાં 4 ભેંસોના વીજળી પડતાં મૃત્યુ થયા હતા . આ ઉપરાંત ફુલપુરમાં બે અને સોરાવમાં બે વ્યક્તિઓ વીજળી પડવાના કારણે ઘાયલ થયા હતા જેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : Dang Rain: જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દુ:ખ વ્યકત કર્યું
દરમિયાન, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આકાશી વીજળીને કારણે પ્રયાગરાજમાં થયેલા જાનહાની અંગેની નોંધ લીધી હતી અને આ દુર્ઘટનામાં લોકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યો હતો. મુખ્ય પ્રધાને દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. તો આ સાથે જ જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને ઈજાગ્રસ્તોને અપેક્ષિત સહાય અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી હતી.
રાજેસ્થાનમાં 25 લોકોના મૃત્યું થયા
રાજસ્થાનમાં, જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાના કારણે ચાર જુદા-જુદા સ્થળોએ અકસ્માતો થયા હતા, જેમાં 25 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જયપુરના આમેરમાં વીજળી પડવાથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. કોટાના ગરડા ગામે બકરી ચરાવવા જંગલમાં ગયેલા બાળકો પર વીજળી પડતાં 4 બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે ધોલપુરમાં પણ 3 બાળકો બળીના મોત નિપજ્યા હતા. ચકસુના બાગેરિયામાં પણ વીજળી પડવાના કારણે 1 બાળકનું મોત નીપજ્યું હતું. ઝાલાવાડમાં 1 વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે.આમ કુલ 25 લોકોના મૃત્યું થયા હતા.
મધ્યપ્રદેશમાં વીજળીના કારણે 2 લોકોના મોત
મધ્યપ્રદેશમાં પણ વીજળી પડવાના કારણે 2 લોકોના મોત નીપજ્યા હતા. ગ્વાલિયર શહેરમાં આ અકસ્માત થયો હતો. આ દરમિયાન 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરાંવ ભાગેસર ગામમાં મૃત્યુ પામેલા બે કિશોરો રામરાજ (13) અને પુષ્પેન્દ્ર (12) હતા. આવી જ રીતે બારા તહસીલના કારિયા કલાન ગામના વિમલેશકુમાર (15) નું વીજળી પડવાના કારણે મોત નીપજ્યું હતું. જીવ ગુમાવવા ઉપરાંત એક ભેંસ, કોરાંહ તહસીલમાં ચાર બકરા, એક ભેંસ અને મેજા તહસીલમાં એક બકરી અને સોરોં તહસીલમાં ચાર ભેંસો વીજળી પડતાં મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત ફુલપુરમાં બે અને સોરઠમાં બે વ્યક્તિને વીજળી પડવાથી ઈજાઓ પહોંચી છે અને તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પહેલા મેઘો થયો મહેરબાન
ખરાબ હવામાનમાં વીજળી પડવાથી સાત લોકોનાં મોત નીપજ્યાં
યુપીના કૌશામ્બીથી પ્રાપ્ત અહેવાલ મુજબ, પોલીસ સ્ટેશન વિસ્તારના મુડિયા ડોલી ગામમાં ખેતરમાં ડાંગરનું વાવેતર કરતી વખતે વીજળી પડતાં રુક્મા (12) નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સરાય અકિલ પોલીસ સ્ટેશન વિસ્તારના અકબરાબાદ ગુહૌલી ગામે રહેતા મુરત ધ્વાજ (50) સાયકલ પર દવા લેવા પુરખાસ બજારમાં જતા હતા તે દરમિયાન વીજળી પડતા તેમનું મોત નિપજ્યું હતું.આ જ પોલીસ સ્ટેશન વિસ્તારના પુરખાસ ગામનો રહેવાસી રામચંદ્ર (32) પણ ખેતરમાં ઘાસ કાપતી વખતે વીજળી પડતા મૃત્યુ પામ્યો હતો. જિલ્લાના પશ્ચિમ શરીરા પોલીસ સ્ટેશન વિસ્તારના ટીકરી નાગી ગામમાં ડાંગરનું વાવેતર કરતી વખતે, મયંકસિંહ (15) પર વીજળી પડતાં તેનું મોત નીપજ્યું હતું.