વોશિંગ્ટનઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે કેનેડામાં ભારતીય ડિપ્લોમેટ્સને ધમકી અને હિંસાત્મક ઘટનાઓને ગંભીર ગણાવી છે. તેમણે આવી તણાવ ગ્રસ્ત સ્થિતિ અન્ય દેશમાં હોય તો કેવી પ્રતિક્રિયા હોત તેના વિશે જણાવ્યું હતું. તેમણે ઓટાવામાં સ્થિતિ અસામાન્ય ગણાવી હતી. વોશિંગ્ટનમાં શુક્રવારે સંવાદદાતા સમ્મેલનમાં વિદેશ પ્રધાને જણાવ્યું કે, કેનેડામાં આજે હિંસાનું વાતાવરણ છે, ધમકીઓ અપાઈ રહી છે, આ વિષય ગંભીર છે.
-
#WATCH | Washington, DC: On India-Canada row, EAM Dr S Jaishankar says, "No incident is isolated and no incident is the totality. There is a context for everything and there are multiple problems out there...But there is a larger issue...I think the larger issue should be… pic.twitter.com/hSuuf8nOvl
— ANI (@ANI) September 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Washington, DC: On India-Canada row, EAM Dr S Jaishankar says, "No incident is isolated and no incident is the totality. There is a context for everything and there are multiple problems out there...But there is a larger issue...I think the larger issue should be… pic.twitter.com/hSuuf8nOvl
— ANI (@ANI) September 29, 2023#WATCH | Washington, DC: On India-Canada row, EAM Dr S Jaishankar says, "No incident is isolated and no incident is the totality. There is a context for everything and there are multiple problems out there...But there is a larger issue...I think the larger issue should be… pic.twitter.com/hSuuf8nOvl
— ANI (@ANI) September 29, 2023
જયશંકરના વેધક સવાલઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, ભારતીય મિશન પર ટીયર ગેસ છોડાયા છે, અમારી કોમર્શિયલ એમ્બેસી સામે હિંસા થઈ છે. ભારતીયોને કેનેડામાં ટારગેટ કરાયા છે. પોસ્ટરબાજી કરવામાં આવી રહી છે. આ બધુ ભારત સાથે બન્યું છે, આ બીજા કોઈ દેશ સાથે ઘટ્યું હોત તો તેની પ્રતિક્રિયા કેવી હોત? મને લાગે છે કે આ યોગ્ય પ્રશ્ન છે.
સમગ્ર વિશ્વ જાણે કે કેનેડામાં શું થઈ રહ્યું છે?: જયશંકરે ભાર પૂર્વક જણાવ્યું કે કેનેડામાં વણસી રહેલી સ્થિતિ અસામાન્ય ગણાય. તેના પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. જે કેનેડામાં થઈ રહ્યું છે તે અન્ય કોઈ દેશમાં થયું છે? શું અન્ય દરેક દેશોએ આના પર સમાન પ્રતિક્રિયા આપી છે? વિદેશ પ્રધાને જણાવ્યું કે, કેનેડામાં જે અઘટિત ઘટનાઓ થઈ રહી છે તે સમગ્ર વિશ્વ સામે લાવવું જરૂરી છે. ભારતના ડિપ્લોમેટ્સને ધમકી આપવી અને ડરાવવા તે સ્વીકાર્ય નથી. નિજ્જરની હત્યામાં જસ્ટિન ટ્રુડોના આરોપો પાયાવિહોણા અને કોઈના દબાણમાં અપાયેલા લાગે છે.