- મોદી કેબિનેટ (Modi Cabinet)માં સામેલ નેતાઓની હવે કેબિનેટ કમિટી (Cabinet Committee)માં પણ એન્ટ્રી
- કેબિનેટ કમિટીમાં (Cabinet Committee) ભૂપેન્દ્ર યાદવ, સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા સહિત અન્ય પ્રધાનોનો પણ સમાવેશ
- રવિશંકર પ્રસાદ (Ravishankar Prasad), પ્રકાશ જાવડેકર (Prakash Javdekar) જેવા મોટા નેતાઓને કેબિનેટથી બહારનો રસ્તો બતાવાયો
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે હાલમાં જ કેબિનેટ (Centre Cabinet)નું વિસ્તરણ કર્યું છે. મળતી માહિતી અનુસાર, મોદી પ્રધાનમંડળમાં (Modi Cabinet) શામેલ કરવામાં આવેલા નેતાઓને કેબિનેટ કમિટી (Cabinet Committee)માં જગ્યા આપવામાં આવી છે, જેમાં ભૂપેન્દ્ર યાદવ, સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા સહિત અન્ય પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની, જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજૂ, અનુરાગ ઠાકુર જેવા યુવા ચહેરાઓને પણ કેબિનેટની કમિટીમાં જગ્યા મળી છે. તો પૂર્વ કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ, પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર જેવા મોટા ચહેરાઓ કેબિનેટથી બહાર થઈ ગયા છે. તેવામાં હવે કમિટિઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ PM Modi આજે પૂર્વોત્તર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે 11 વાગ્યે કરશે બેઠક, કોરોનાની સ્થિતિની કરશે સમીક્ષા
કોણ કઈ કમિટીમાં શામેલ થયું?
સંસદીય મામલા (Parliamentary Affairs)ની કેબિનેટ કમિટીમાં અર્જુન મુંડા, વિરેન્દ્ર કુમાર, કિરણ રિજિજૂ, અનુરાગ ઠાકુરની એન્ટ્રી થઈ છે. આ કમિટીનો કમાન્ડ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના હાથમાં છે. જ્યારે પોલિટીકલ અફેર્સ (Political Affairs) સાથે જોડાયેલી કેબિનેટ કમિટીમાં સ્મૃતિ ઈરાની, સર્વાનંદ સોનોવાલ, ગિરિરાજ સિંહ, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવની એન્ટ્રી થઈ છે. આ કમિટીનો કમાન્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં છે.
આ પણ વાંચો- Modi Cabinetના 90 ટકા પ્રધાન કરોડપતિ, 33 સામે ગુનાહિત કેસ દાખલઃ ADR
ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ (Investment and growth) સાથે જોડાયેલી કેબિનેટ કમિટીમાં નવા પ્રધાનોની એન્ટ્રી
ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ (Investment and growth) સાથે જોડાયેલી કેબિનેટ કમિટીમાં નારાયણ રાણે, જ્યોતિરાદિત્ય સિંધિયા, અશ્વિની વૈષ્ણવની એન્ટ્રી થઈ છે. આ કમિટી વડાપ્રધાનની આગેવાનીમાં કામ કરે છે. રોજગાર અને સ્કીલ સાથે જોડાયેલી કમિટીમાં ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, હરદીપ પૂરી, આરસીપી સિંહની એન્ટ્રી થઈ છે. આનો કમાન્ડ વડાપ્રધાન પાસે છે.
હાલમાં જ 3 ડર્ઝનથી વધુ પ્રધાનોએ શપથ લીધા
કેબિનેટમાં નિયુક્તિ, સુરક્ષા મામલાની કેબિનેટ કમિટમાં આ પ્રકારના ફેરફાર નથી કરવામાં આવ્યા. જણાવી દઈએ કે, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાનમંડળનો વિસ્તાર કર્યો હતો. તે દરમિયાન 3 ડર્ઝન નવા પ્રધાનોએ શપથ લીધા હતા. લગભગ એક ડઝન પ્રધાનોનું પ્રમોશન કરવામાં આવ્યું અને અનેક પ્રધાનોનું મંત્રાલય બદલવામાં આવ્યું હતું.