ETV Bharat / bharat

લોન બોલ્સના એકસ્પર્ટ પ્લેયર પિંકીને મળશે અર્જુન એવોર્ડ, એક સમયે ક્રિકેટના કોચ હતા - કોમનવેલ્થ ગેમ

કોઈ પણ ખેલાડી માટે દેશ માટે મેડલ જીતવો બહુ મહત્વની બાબત હોય છે. જો કે ખેલાડીને લીધે રમતનું મહત્વ વધે તે બાબત પણ ખેલાડી માટે મહત્વની છે. દિલ્હીની પિંક સાથે આ મહત્વની બાબત બની છે. પિંકીને કારણે લોન બોલ્સ રમત ફેમસ થઈ રહી છે. પિંકીની અર્જુન એવોર્ડ માટે પસંદગી થઈ છે. વાંચો વિગત વાર. Lawn Bowls Pinky Delhi Arjun Award

લોન બોલ્સના એકસ્પર્ટ પ્લેયર પિંકીને મળશે અર્જુન એવોર્ડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 3:16 PM IST

નવી દિલ્હીઃ ગત 20 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા દેશ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં મેડલ જીતનાર ખેલાડીઓની અર્જુન એવોર્ડ માટે પસંદગીની જાહેરાત કરવામાં આવી. આ પસંદગીની યાદીમાં દેશના અન્ય ખેલાડીઓ સાથે દિલ્હીના 3 ખેલાડીઓ પણ સામેલ છે. આ ત્રણેય ખેલાડીઓની પસંદગી અલગ અલગ રમત માટે થઈ છે. જેમાં પિંકીની લોન બોલ્સ, નસરીનની ખો ખો અને પવન સહરાવતની કબડ્ડી માટે પસંદગી કરવામાં આવી છે. લોન બોલ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરના પિંકી સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી છે. આ એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં પિંકીએ પોતાના સંઘર્ષ, સપના અને સફર વિશે વિસ્તારપૂર્વક વાત કરી છે.

ઈટીવી ભારતઃ તમે લોન બોલ્સ રમત તરફ કઈ રીતે આકર્ષાયા? તમે કેટલા સમયથી લોન બોલ્સ રમત રમો છો ?

પિંકીઃ વર્ષ 2007થી હું આ રમત રમી રહી છું. હું આ રમતમાં આવી તેનો શ્રેય ડીપીએસ સ્કૂલના આરકે પુરમના પૂર્વ વાઈસ પ્રિન્સિપાલ ડૉ. ડીઆર સૈનીને ફાળે જાય છે. મેં 2009માં આ રમતની પહેલી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ રમી હતી. ત્યારબાદ જેટલી એશિયન ચેમ્પિયનશિપ રમાઈ તે દરેકમાં મેં મેડલ મેળવ્યા છે. 2022માં બમિંગમમાં થયેલ કોમનવેલ્થ ગેમ્સમાં અમારી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમજ રાષ્ટ્રીય સ્તરે રમાનાર લોન બોલ્સની દરેક સ્પર્ધામાં મેં ગોલ્ડ જીત્યો છે.

ઈટીવી ભારતઃ લોન બોલ્સ રમત વિશે જણાવશો?

પિંકીઃ આ એક એવી રમત છે જેમાં સિંગલ, ડબલ, 3 અને 4 ખેલાડીઓ ભાગ લઈ શકે છે. આ રમત 2 કલાક 15 મિનિટ માટે રમી શકાય છે. જો એક ખેલાડી આ રમત રમે તો તેની પાસે બંને તરફ થઈને કુલ 4 બોલ હોય છે.

ઈટીવી ભારતઃ તમે કયા વર્ગમાં રમો છો, શું તમે સિંગલ રમવાનું પસંદ કરો છો કે ટીમમાં?

પિંકીઃ હું સીનિયર વર્ગમાં 3થી 4 ખેલાડીઓની ટીમમાં આ રમત રમું છું.

ઈટીવી ભારતઃ સરકારે અર્જુન એવોર્ડ માટે આપની પસંદગી કરી છે, આપ કેવો અનુભવ કરો છો?

પિંકીઃ અર્જુન એવોર્ડ માટે મારી પસંદગી થઈ તેનાથી મને બહુ આનંદ છે. હું 4-5 વર્ષથી આ એવોર્ડ માટે નામાંકન કરી રહી હતી. આ વખતે મેં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તેથી મારી આ વર્ષે પસંદગી થાય તેની મને પૂરી આશા હતી. આ એવોર્ડ માટે મારી પસંદગી થવાથી મને લાગે છે કે મારી મહેનતનું ફળ મને મળ્યું છે.

ઈટીવી ભારતઃ પહેલા તમે ક્રિકેટ રમતા હતા, તો પછી ક્રિકેટ છોડીને આ રમત પ્રત્યે કેમ આકર્ષાયા?

પિંકીઃ 2007માં ડીપીએસ સ્કૂલમાં હું ક્રિકેટ કોચ તરીકે જોડાઈ હતી. તે સમયે વાઈસ પ્રિન્સિપાલ ડીઆર સૈની હતા. 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ ચાલતી હતી. પહેલીવાર અમારી શાળાની ટીમ ગૌહાટીમાં નેશનલ ગેમ્સમાં પહોંચી હતી, હું ટીમને એસ્કોર્ટ કરતી હતી. આ સમયે અમારી શાળાનો એક ખેલાડી બીમાર થઈ ગયો. ત્યારે મને લોન બોલ્સ રમવાનો ચાન્સ મળ્યો. તે સમયે સ્કૂલ ટીમને લોન બોલ્સમાં બ્રોન્ઝ મેડલ મળ્યો અને મને સિલ્વર મેડલ મળ્યો. ત્યારબાદ વાઈસ પ્રિન્સિપાલ ડી આર સૈનીએ મને આ રમતમાં આગળ વધવા પ્રેરણા આપી. 2009માં જ્યારે કેમ્પ યોજાયો ત્યારે આ રમત માટે મારી પસંદગી કરવામાં આવી. ત્યારથી સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી દરેક સ્પર્ધાઓમાં હું ભાગ લઉં છું.

ઈટીવી ભારતઃ આપ સફળતાનો શ્રેય કોને આપવા માંગો છો?

પિંકીઃ અમારી ફેડરેશન માારી સફળતાની સાચી હકદાર છે. ખાસ કરીને ડૉક્ટર રાજા રણધીર સિંહ, સુનૈના કુમારી, મહાસચિવ લોકેન્દ્ર, મેનેજર અંજુ અને ફેડરેશનના વર્તમાન અધ્યક્ષ રવિ બેંગની. આ દરેકના સહયોગ વિના કદાચ હું અહીં સુધી ના પહોંચી શકત. આ લોકોએ મને હંમેશા માર્ગદર્શન આપ્યું અને ટૂર્નામેન્ટમાં આવવા જવા માટે પૈસા અને બીજી જરુરિયાતો પૂરી પાડી. આ ઉપરાંત મારા માતા-પિતા અને પોતાના મિત્રોને પણ હું શ્રેય આપું છું.

ઈટીવી ભારતઃ તમારી 12 વર્ષની રમતયાત્રામાં સૌથી પડકારજનક સમય કયો રહ્યો ?

પિંકીઃ મારા માટે સૌથી પડકારજનક સમય 2022નો હતો. જ્યારે તે વર્ષે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની હતી ત્યારે આ રમતની ટીમની પસંદગી થઈ રહી હતી. આ વર્ષે જ મારા ડાયવોર્સ થયા હતા. જેથી હું બહુ તણાવમાં રહેતી હતી. 2019માં જ અમારા લગ્ન થયા હતા અને 2020થી બધુ બગડવાની શરુઆત થઈ. 2021માં મારા ડાયવોર્સ ફાઈલ થઈ ગયા પરંતુ કોવિડના લીધે 2022માં ડાયવોર્સ ફાયનલ થયા. જો કે મેં હાર માની નહિ અને મહેનત ચાલુ રાખી. મારી ટીમમાં પસંદગી થઈ અને અમે સાથે મળીને સારુ પ્રદર્શન કર્યુ અમે ગોલ્ડ પણ જીત્યો હતો.

ઈટીવી ભારતઃ લોન બોલ્સની રમત બહુ પ્રચલિત નથી, આ દેશમાં આ રમત માટે ફેસેલિટી કેવી છે?

પિંકીઃ આ રમતને પહેલા કોઈ જાણતું નહતું. જો કે અમે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તેથી ધીરે ધીરે લોકો આ રમત પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે. હવે આ રમત રમતા ખેલાડીઓ અને ટીમોની સંખ્યા વધી રહી છે. પહેલા લોન બોલ્સ રમનાર 7થી 8 ટીમો આવતી હતી જો કે હવે 17થી 18 ટીમો રમે છે. દિલ્હીની ડીપીએસ આર કે પુરમ કે જ્યાં હુ ટીચર છું ત્યાં એક મેદાન છે અને બીજુ મેદાન યમુના કોમ્પલેક્સમાં છે. આ રમત માટે એક મેદાન રાંચીમાં તો બીજું મેદાન કોલકાતામાં છે. હું ઈચ્છું છું કે દિલ્હી સરકાર લોન બોલ્સ માટે દિલ્હીમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવે. જ્યારે આ રમતના ઉપરકણો વિદેશમાં જો આ ઉપરકરણો ભારતમાં બને તો અમારા માટે સરળતા વધી જાય.

ઈટીવી ભારતઃ શું તમે માનો છો કે ક્રીકેટ અને હોકી કરતા અન્ય રમતોને દેશમાં ઓછું પ્રોત્સાહન મળે છે?

પિંકીઃ અમે 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે કેન્દ્ર સરકારે અમને પ્રોત્સાહક નાણાં આપ્યા હતા અને અમારુ જોરદાર સ્વાગત થયું હતું.જો કે અમને ક્રિકેટ અને હોકીની જેમ પ્રોત્સાહિત કરવામાં આવતા નથી. સરકાર તરફથી અમને કોઈ નોકરીની ઓફર નથી. અમને ખાનગી કંપનીઓ તરફથી બ્રાન્ડ એમ્બેસેડર કે કોઈ પ્રોત્સાહન નાણાં ચૂકવાયા હોય તેવું બન્યું નથી.

ઈટીવી ભારતઃ લોન બોલ્સમાં યોગ્ય પ્રદર્શન કરવા, મેડલ જીતવા સિવાય તમારુ સ્વપ્ન છે? ભવિષ્યમાં તમે શું કરવા માંગો છો?

પિંકીઃ ક્રિકેટમાં મારી હંમેશા રુચિ રહી છે કારણ કે હું સચિન તેંડુલકરની બહુ મોટી ફેન છું. આ ઉપરાંત હું ફેમસ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાને પણ મળવા માંગું છું કારણ કે તેમની કંપની થાર ગાડી બનાવે છે. જે મારી મનપસંદ કાર છે.

ઈટીવી ભારતઃ હવે તમારુ આગામી લક્ષ્ય શું છે, તમે કઈ ટૂર્નામેન્ટમાં ભાગ લેશો?

જવાબઃ અમે આગામી ટૂર્નામેન્ટ થાઈલેન્ડમાં રમાનાર એશિયાઈ ચેમ્પિયનશિપમાં ભાગ લઈશું. તેના માટે જાન્યુઆરી સુધી ટીમની પસંદગી કરીને કેમ્પ શરુ કરી દેવાશે. કેમ્પનું સ્થળ હજૂ નક્કી કરવામાં નથી આવ્યું. હું નવા વર્ષની ઉજવણી શીરડીમાં કરુ છું. ત્યાંથી આવ્યા બાદ હું ચેમ્પિયનશિપની તૈયારી શરુ કરી દઈશ. મારી કોશિષ આ વખતે પણ ગોલ્ડ જીતવાની છે.

  1. મિશેલ સ્ટાર્કે તોડ્યા તમામ રેકોર્ડ, 24.75 કરોડ રૂપિયા સાથે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો
  2. Surinder Khanna ETV BHARAT EXCLUSIVE Interview : પૂર્વ ભારતીય વિકેટકીપર સુરિન્દર ખન્નાએ કહ્યું- જો કોઈ ખેલાડી દબાણ અનુભવતો નથી, તો તે રમત પ્રત્યે ગંભીર નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.