- જસરથ ગામના લોકો વધુ સંકટમાં છે
- જુડાથી જોબરંગ સુધી નદીના કિનારે આવેલી જમીન પાણીમાં ડૂબવા લાગી છે
- કાટમાળથી નદીનો પ્રવાહ અટકી ગયો છે
લાહૌલ સ્પીતિ: કિન્નૌર બાદ લાહૌલ સ્પીતિમાં પહાડ પરથી ભારે ભૂસ્ખલન થયું છે. પહાડ પરથી ભારે માત્રામાં કાટમાળનો મોટો જથ્થો નદીમાં પડ્યો હતો, જેનાથી ચંદ્રભાગા નદીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ત્યાં આસપાસના 11 ગામને પણ આનાથી ભય ઉભો થયો છે.
આ પણ વાંચો- હિમાચલમાં ભૂસ્ખલન : 9 પર્યટકોના મોત, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને વ્યક્ત કર્યું દુ:ખ
પટન ખીણમાં ડુંગર તૂટવાનો અવાજ સંભળાયો હતો
મળતી માહિતી મુજબ, સવારે 9 વાગ્યાની આસપાસ સમગ્ર પટન ખીણમાં ડુંગર તૂટવાનો અવાજ સંભળાયો હતો. ડુંગર પરથી કાટમાળ સતત પડી રહ્યો છે અને કાટમાળથી નદીનો પ્રવાહ અટકી ગયો છે. નદીનો પ્રવાહ અટકી જવાના કારણે જાહલમાથી કિલાડ ખીણ સુધીના રસ્તા પર રહેતા લોકોને ખતરો છે. નદીના બંધ થવાના કારણે જુડાથી જોબરંગ સુધી નદીના કિનારે આવેલી જમીન પાણીમાં ડૂબવા લાગી છે. સાથે જ જસરથ ગામના લોકો વધુ સંકટમાં છે.
આ પણ વાંચો- હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન, વાહનો સાથે 40 લોકો દબાયા
લાહૌલ ખીણમાં ચંદ્રા અને ભાગા બે નદીઓ તાંદીમાં મળે છે
ઉલ્લેખનિય છે કે, લાહૌલ ખીણમાં ચંદ્રા અને ભાગા બે નદીઓ તાંદીમાં મળે છે. જમ્મુ -કાશ્મીરમાં પ્રવેશતાની સાથે જ તેનું નામ ચંદ્રભાગા થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ અને ઓગસ્ટમાં હિમાચલ પ્રદેશમાં ઘણી કુદરતી આફતો આવી છે. થોડા દિવસોમાં જ કિન્નૌરમાં બે મોટા ભૂસ્ખલન થયા છે. દરમિયાન, લાહૌલ ખીણમાં પણ ખતરનાક પરિસ્થિતિ ઉભી થઈ છે. માહિતી મળતાની સાથે જ વહીવટી ટીમ પણ સ્થળ પર રવાના થઈ ગઈ છે. એસપી લાહૌલ સ્પીતિ માનવ વર્માએ જણાવ્યું કે, ગ્રામજનોને નદી કિનારેથી દૂર ઉંચા સ્થળોએ જવાનું કહેવામાં આવ્યું છે.