- લક્ષદ્વિપના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલના પગલાનો વિરોધ
- કેરળની વિપક્ષી પાર્ટીઓએ પ્રશાસકના પગલાને જનવિરોધી ગણાવ્યા
- વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી
કોચ્ચીઃ લક્ષદ્વિપના રાકાપા (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના સાંસદ મોહમ્મદ ફૈઝલ અને પડોશી રાજ્ય કેરળના તેમના સહકર્મચારી ટી. એન. પ્રતાપમન (કોંગ્રેસ), એલામારન કરીમ (માકપા) અને ઈટી મોહમ્મદ બશીરે (મુસ્લિમ લીગ) કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, તેઓ ભારતના સૌથી નાના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ ખેડાને પરત બોલાવે.
આ પણ વાંચો- વડોદરાની MSUના વિધાર્થીઓએ શાકભાજી વેચીને માસ પ્રમોશનનો વિરોધ કર્યો
માછીમારોની ઝૂંપડી તોડવાનો પ્રફુલ્લ પટેલ પર આક્ષેપ
વિપક્ષોએ પટેલ પર મુસ્લિમ બહુમતી ધરાવતા દ્વિપોથી દારૂના સેવન પરથી પ્રતિબંધ હટાવવા, પશુ સંરક્ષણનો હવાલો દેતા બીફ ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવા અને તટ રક્ષક અધિનિયમના ઉલ્લંઘનના આધાર પર તટીય વિસ્તારોમાં માછીમારોની ઝૂંપડીઓને તોડવાનો આરોપ લગાવ્યો છે. જોકે, પટેલનો બચાવ કરતા ભાજપે જણાવ્યું હતું કે, આ વિરોધ ભ્રષ્ટ ચલણને ખતમ કરવા માટે પ્રશાસકોના પ્રયાસોનું પરિણામ છે. દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલને ગયા વર્ષે ડિસેમ્બરમાં દિનેશ્વર શર્માના નિધન પછી પદભાર સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે સરકારી ડૉક્ટરોએ વિવિધ પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત કરી
પ્રફુલ્લ પટેલે ભ્રષ્ટ ચલણને ખતમ કરવા પગલા ઉઠાવ્યા એટલે વિપક્ષ વિરોધમાં છેઃ ભાજપ
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એ. પી. અબ્દુલ્લાકુટ્ટીએ આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષી સાંસદ પટેલ વિરુદ્ધ એટલે પ્રદર્શન કરી રહ્યા છે. કારણ કે, તેમણે દ્વિપસમુહમાં નેતાઓને ભ્રષ્ટ ચલણને ખતમ કરવા માટે ખાસ પગલા ભર્યા છે. અબ્દુલ્લાકુટ્ટી લક્ષદ્વિપમાં પાર્ટીના પ્રભારી છે.