- આશિષ મિશ્રા આજે શનિવારે પોલીસ સમક્ષ હાજર થયો
- સુપ્રીમ કોર્ટે યુપી સરકાર અને પોલીસ પર પણ ઉઠાવ્યા હતા સવાલ
- પૂછપરછના પગલે પોલીસ લાઈનને છાવણીમાં ફેરવવામાં આવી
લખીમપુર ખેરી : લખીમપુર હિંસાના મુખ્ય આરોપી અને ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા આજે શનિવારે પોલીસ સમક્ષ હાજર થયા હતા. જોકે તેને 8 ઓક્ટોબરે રજૂ થવાનુ હતું, પરંતુ આશિષ સમયસર કોર્ટ પહોંચ્યો નહીં અને પોલીસ તેની રાહ જોતી રહી. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે આ મુદ્દે યુપી સરકાર અને પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આખરે, આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર થયો છે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો
આશિષ મિશ્રા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી 11 વાગ્યાની ડેડલાઈનથી લગભગ 22 મિનિટ પહેલા સવારે 10.38 કલાકે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યો હતો. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં પહેલેથી જ પહોંચી ગઈ હતી. આશિષ મિશ્રાની પૂછપરછ શરૂ થઈ ગઈ છે. હાલ પોલીસ લાઇનમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આશિષ મિશ્રાની પૂછપરછને પગલે પોલીસ લાઇનને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. દરેક જગ્યાએ બેરીકેડ્સ લગાવવામાં આવ્યા છે, દરેક જગ્યાએ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચે આશિષ મિશ્રાને સમન્સ પાઠવ્યું
મહત્વનું છે કે, ક્રાઈમ બ્રાન્ચે આશિષ મિશ્રાને સમન્સ પાઠવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ તરફથી આશિષ મિશ્રાને 9 ઓક્ટોબરના દિવસે 11 વાગ્યા પહેલા હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. લખીમપુર પોલીસ સમન્સ સાથે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા ટેનીના ઘરે પહોંચી, ત્યારે ત્યાં કોઈ નહોતું. પોલીસ બીજી નોટિસ ચોંટાડીને રાજ્યપ્રધાનના ઘરે આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આશિષ મિશ્રાને ફરી સમન્સ પાઠવ્યું છે.
આશિષ પર ખેડૂતો પર કાર ચઢાવીને મારી નાખવાનો આરોપ છે
ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખેરીમાં હિંસા ફાટી નીકળી હતી. લખીમપુર ખેરી હિંસામાં 4 ખેડૂતો અને એક પત્રકાર સહિત કુલ આઠ લોકો માર્યા ગયા હતા. આ ઘટના અંગે ખેડૂતોએ નોંધાવેલી FIRમાં આશિષ મિશ્રા પર ખેડૂતો પર હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અજય મિશ્રા ટેનીએ આશિષનો બચાવ કરતી વખતે દાવો કર્યો હતો કે તે ત્યાં નહોતો.
આ પણ વાંચો: