- લખીમપુર ખીરી હિંસા મામલે ખેડૂતોનું રેલ રોકો આંદોલન
- જ્યાં સુધી આ મામલે ન્યાય નહીં મળે, વિરોધ ચાલુ રહેશે
- આજે સોમવારે 6 કલાક સુધી તમામ રેલમાર્ગો બંધ કરાવાશે
નવી દિલ્હી: સંયુક્ત કિસાન મોર્ચા (SKM) એ રવિવારે ઘોષણા કરી હતી કે, લખીમપુર ખીરી હિંસાના મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાને પદ પરથી દૂર કરવાની અને ધરપકડ કરવાન માગ સાથે 18 ઓક્ટોબરના રોજ 'રેલ રોકો' આંદોલન કરશે.
કેન્દ્રના 3 કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા વિભિન્ન ખેડૂત સંગઠનોના સંયુક્ત મંચ SKMએ એક નિવેદનમાં જણાવ્યું કે, જ્યાં સુધી લખીમપુર ખીરી મામલે ન્યાય નહીં મળે, ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે.
SKMના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રદર્શન સોમવારે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. જેમાં તમામ રેલમાર્ગો પરથી પસાર થતી ટ્રેનોને અટકાવવામાં આવશે.