ETV Bharat / bharat

Lakhimpur Kheri Violence: રાહુલ ગાંધીએ રાજ્યપ્રધાન અજય મિશ્રાને બરતરફ કરવાની કરી માંગ - આશિષ મિશ્રા લખીમપુર ખેરી

કોંગ્રેસે બુધવારે સંસદમાં લખીમપુર ખેરી હિંસા (Lakhimpur Kheri Violence)નો મુદ્દો ઉઠાવ્યો અને ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેની (minister of state for home affairs ajay mishra teni)ને બરતરફ કરવાની માંગ કરી. લોકસભાની કાર્યવાહી ખોરવાઈ ત્યારે રાહુલે કહ્યું કે, અમને બોલવા દેતા નથી, તેથી ગૃહ ખોરવાઈ રહ્યું છે.

Lakhimpur Kheri Violence: રાહુલ ગાંધીએ રાજ્યપ્રધાન અજય મિશ્રાને બરતરફ કરવાની કરી માંગ

author img

By

Published : Dec 15, 2021, 7:03 PM IST

  • રાહુલે કહ્યું- લખીમપુર ખેરી ઘટના મુદ્દે લોકસભામાં બોલવા દેવામાં નથી આવતા
  • અજય મિશ્રાના દીકરાએ 4 ખેડૂતોને કચડ્યા હતા
  • દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ ઘટનાને ગુનાહિત કાવતરું ગણાવ્યું

નવી દિલ્હી: કોંગ્રેસે બુધવારે સંસદમાં લખીમપુર ખેરી (Lakhimpur Kheri Violence) ઘટનાને લઈને SITના રિપોર્ટમાં ખુલાસાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકારને ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેની (minister of state for home affairs ajay mishra teni)ને બરતરફ કરવાની માંગ કરી હતી. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના સાંસદોએ લખીમપુર ખેરી હિંસા અંગે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી હતી.

લખીમપુર ખેરી મુદ્દે લોકસભામાં બોલવા દેતા નથી

લોકસભા સ્થગિત થયા બાદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, SIT દ્વારા કરવામાં આવેલા નવા ખુલાસા અંગે લખીમપુર ખેરી ઘટના (sit lakhimpur kheri violence)ના મુદ્દે તેમને લોકસભામાં બોલવા દેવામાં નથી આવી રહ્યા. રાહુલે કહ્યું કે (rahul gandhi on lakhimpur kheri violence), તેઓ અમને બોલવા નથી દઇ રહ્યા. આ કારણે ગૃહ ખોરવાઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, "રિપોર્ટ આવી ગયો છે અને તેમના પ્રધાન શામેલ છે. આ કારણે આના પર ચર્ચા થવી જોઇએ."

રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેનીને હટાવવાની માંગ કરી

કોંગ્રેસ સાંસદોએ બુધવારના લોકસભામાં લખીમપુર ખીરીની ઘટના પર ચર્ચા મુલતવી રાખવાની સૂચનાઓ આપી અને SIT રિપોર્ટ બાદ હિંસાને 'પૂર્વ આયોજિત' ગણાવીને રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેનીને હટાવવાની માંગ કરી. રાહુલ ગાંધીએ પાર્ટીના મુખ્ય દંડક કે. સુરેશ અને મણિકમ ટાગોરની સાથે મળીને ટેનીને હટાવવા માટે દબાવ નાંખ્યો, જેમના દીકરાએ 3 ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ (indian agriculture acts) કરી રહેલા 4 ખેડૂતોને કથિત રીતે કચડી નાંખ્યા હતા.

ઘટનાને ગુનાહિત કાવતરા હેઠળ અંજામ આપવામાં આવ્યો

મંગળવારે, લખીમપુર ખેરી હિંસાની તપાસ (lakhimpur kheri violence investigation) કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ 13 આરોપીઓ સામે હત્યાના પ્રયાસના આરોપો હેઠળ તેમના ગુનાને સજાપાત્ર બનાવવામાં માટે નવી કલમો દાખલ કરવા માટે અનુરોધ કર્યો. ETV ભારત સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, અમે ઘટનાના પહેલા દિવસથી જ કહી રહ્યા છીએ કે તેને ગુનાહિત કાવતરા હેઠળ અંજામ આપવામાં આવ્યો છે. હવે SITના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. અમે જાણવા માંગીએ છીએ કે આ ગુનાહિત કાવતરામાં કોણ કોણ સામેલ હતા. અમે જાણવા માંગીએ છીએ કે શું ગૃહ રાજ્ય પ્રધાન પોતે સામેલ હતા?

કેન્દ્ર સરકારે અજય મિશ્રાને બરતરફ કરવા જોઇએ

અહીં શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદી (shiv sena mp priyanka chaturvedi)એ પણ ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, અજય મિશ્રાએ ભૂતકાળમાં દાવો કર્યો હતો કે જો તેમના પુત્ર આશિષ મિશ્રા (ashish mishra lakhimpur kheri) વિરુદ્ધ કોઈ પુરાવા આવશે તો તેઓ પ્રધાન પદ પરથી રાજીનામું આપી દેશે. SIT રિપોર્ટમાં ખુલાસો થયા બાદ તેમને પદ પર ચાલું રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેમણે આગ્રહ કર્યો કે, કાં તો કેન્દ્ર સરકારે અજય મિશ્રાને બરતરફ કરવા જોઈએ અથવા નૈતિક ધોરણે તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

આ એક સંવેદનહીન સરકાર છે : પ્રિયંકા ચતુર્વેદી

ETV ભારત સાથે વાત કરતા, પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, આ કેસમાં ન્યાય ત્યારે જ સુનિશ્ચિત કરવામાં આવશે જ્યારે ઘટના માટે જવાબદાર લોકોની ધરપકડ કરવામાં આવશે અને સત્તામાં રહેલા વ્યક્તિને પદ પરથી દૂર કરવામાં આવશે. પરંતુ બેશરમ સરકાર તેમનો માત્ર બચાવ જ નથી કરી રહી, પણ તેમનું રક્ષણ પણ કરી રહી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ એક સંવેદનહીન સરકાર છે જેને પૂર્વ આયોજિત કાવતરાને કારણે મૃત્યુ પામેલા ખેડૂતોની પરવા નથી. અજય મિશ્રાના અગાઉના નિવેદનોનો ઉલ્લેખ કરતા શિવસેના સાંસદે કહ્યું કે, આ લોકોની વાત પર વિશ્વાસ કરી શકાય નહીં. આ લોકોને દેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પરવા નથી. આ સરકાર ન્યાય અને લોકશાહીમાં માનતી નથી.

આ પણ વાંચો: Omicron's entry into West Bengal: સાત વર્ષનો બાળક ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો, રાજ્યમાં પ્રથમ કેસ

આ પણ વાંચો: Jagdish Thakor statement : દારૂ અને ડ્રગ્સની માહિતી આપનાર જેલમાં જાય છે પેપર લીકની માહિતી આપનારને પણ સરકાર જેલમાં નાંખશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.