ETV Bharat / bharat

Lakhimpur Kheri: ખેડૂતોના સમર્થનમાં આવ્યું વિપક્ષ, અખિલેશ યાદવે ધરણા કર્યા, રાહુલ ગાંધીએ કહ્યું- પ્રિયંકાની હિંમતથી સરકાર ડરી ગઈ

author img

By

Published : Oct 4, 2021, 11:52 AM IST

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા (Lakhimpur Khiri Violence) પછી રાજકીય ગતિવિધિ તેજ થઈ છે. ત્યારે વિપક્ષી નેતાઓ લખીમપુર ખીરી જઈને ખેડૂતોને મળવા માગે છે, પરંતુ તંત્ર કડક વલણ અપનાવી રહી છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા છે. સાથે જ ખેડૂતોના સમર્થનમાં અખિલેશ યાદવ પણ ધરણાં કરી રહ્યા છે. તો દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ તો ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ચીમકી પણ આપી છે.

Lakhimpur Kheri News Update: ખેડૂતોના સમર્થનમાં આવ્યું વિપક્ષ, અખિલેશ યાદવે ધરણા કર્યા, રાહુલ ગાંધીએ કહ્યું- પ્રિયંકાની હિંમતથી સરકાર ડરી ગઈ

  • લખીમપુર ખીરીમાં થયેલી હિંસા (Lakhimpur Khiri Violence) પછી રાજકીય ગતિવિધિ તેજ બની
  • લખનઉમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ (Samajwadi Party leader Akhilesh Yadav) ધરણાં પર બેઠા
  • ધરણાંની જગ્યાથી થોડી જ દૂર પોલીસની ગાડીને આગ ચાંપવામાં આવી

ઉત્તરપ્રદેશઃ લખીમપુર ખીરીમાં થયેલી હિંસા (Lakhimpur Khiri Violence) પછી રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. ત્યારે વિપક્ષી નેતાઓ લખીમપુર જઈને ખેડૂતોને મળવા માગે છે, પરંતુ તંત્ર કડક વલણ અપનાવી રહ્યું છે. તે દરમિયાન અખિલેશ યાદવ લખનઉમાં ધરણાં પર બેઠા છે. જોકે, તે જે જગ્યાએ ધરણાં પર બેઠા છે ત્યાંથી થોડી જ દૂર એક પોલીસની ગાડીને આગ લગાવી દેવામાં આવી છે. પોલીસની ગાડીને પોલીસ સ્ટેશનની સામે જ આગ લગાવવામાં આવી હતી. જોકે, ધરણાં પર બેઠેલા અખિલેશ યાદવને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Lakhimpur Kheri Updates: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોલીસ કસ્ટડીમાં, કેન્દ્રિય પ્રધાનના પુત્ર સામે FIR, પોલીસે અનેક નેતાઓને રોક્યા

સરકાર મૃતક ખેડૂતોના પરિવારોને મદદ કરેઃ અખિલેશ યાદવ

આ અંગે અખિલેશ યાદવે કહ્યું હતું કે, ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. તેમને ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્ર ટેનીના રાજીનામાની પણ માગ કરી હતી. આ ઉપરાંત મૃતક ખેડૂતોના પરિવારોને 2-2 કરોડ રૂપિયાની મદદ, CBI તપાસની માગ પણ ઉઠાવવામાં આવી હતી. અખિલેશ યાદવે કહ્યું હતું કે, આટલો અત્યાચાર અંગ્રેજોએ પણ નહતો કર્યો, જેટલો ભાજપની સરકાર ખેડૂતો પર કરી રહી છે. એટલે ગૃહ રાજ્યપ્રધાને રાજીનામું આપવું જોઈએ અને નાયબ મુખ્યપ્રધાન જેમનો કાર્યક્રમ હતો. તેમણે પણ રાજીનામું આપવું જોઈએ. જે ખેડૂતોનો જીવ ગયો છે. તેમને 2 કરોડ રૂપિયાની મદદ મળે અને પરિવારની સરકારી નોકરી હોય.

  • Police force deployed outside former Chief Minister and Samajwadi Party president Akhilesh Yadav's residence at Vikramaditya Marg ahead of his scheduled visit to Lakhimpur Kheri where 8 people including 4 farmers died in clashes yesterday pic.twitter.com/iQf0zmCrAp

    — ANI UP (@ANINewsUP) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- Lakhimpur Kheri: જાણો હિંસાની શરૂઆતથી લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને આપી ચીમકી

તો દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Delhi Deputy Chief Minister Manish Sisodia) પણ આ રાજકીય ઘમાસાણમાં કૂદી પડ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, ખેડૂતોની હત્યા કરવામાં આવી અને તેમના પરિવારથી સંવેદના વ્યક્ત કરવા જતા સાંસદ સંજય સિંહને આખી રાતે પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓએ રસ્તા પર રોકી રાખ્યા છે. ખેડૂતોના પરિવારના આ આંસુ ભારી પડશે યોગીજી!

  • किसानों की हत्या कर दी गई और अब उनके परिवार से संवेदना व्यक्त करने जा रहे सांसद संजय सिंह जी को रात भर पुलिस और प्रशासन के आला अधिकारी सड़क पर रोक कर खड़े हैं.

    किसान के परिवार के ये आँसू भारी पड़ेंगे योगी जी! https://t.co/BOFAjM2yNg

    — Manish Sisodia (@msisodia) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સરકાર હોંશમાં ન આવી તો ભાજપના એક પણ નેતાને ઘરથી નીકળવા નહીં દઈએઃ રાકેશ ટિકૈત

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ભાજપના સમર્થકો અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણમાં ચાર ખેડૂતોના મોત થયા છે. ત્યારે આ મામલામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકાર ખેડૂતોના ધૈર્યની પરીક્ષા ન લે તેવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતો મરી શકે છે પણ ડરનારામાંથી નથી. સરકાર હોંશમાં ન આવી તો ભાપના એક પણ નેતાને ઘરેથી નીકળવા નહીં દઈએ. આ ઉપરાંત રાકેશ ટિકૈતે વધુમાં ઉમેર્યું હતું કે, લખીમપુર ખીરીની આ ઘટના ખૂબ જ દુઃખદ છે. આ ઘટનાએ સરકારને ક્રુર અને બિનલોકશાહી ચહેરો ફરી એક વાર ઉજાગર કર્યો છે. ખેડૂત આંદોલનને દબાવવા માટે સરકાર કઈ હદ સુધી જઈ શકે છે, પરંતુ સરકાર ભૂલી રહી છે કે, પોતાના હક માટે અમે મુઘલો અને ફિરંગીઓની આગળ પણ નહતા ઝૂક્યા.

  • प्रियंका, मैं जानता हूँ तुम पीछे नहीं हटोगी- तुम्हारी हिम्मत से वे डर गए हैं।

    न्याय की इस अहिंसक लड़ाई में हम देश के अन्नदाता को जिता कर रहेंगे। #NoFear #लखीमपुर_किसान_नरसंहार

    — Rahul Gandhi (@RahulGandhi) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પ્રિયંકા ગાંધીની હિંમતથી સરકાર ડરી ગઈઃ રાહુલ ગાંધી

તો હવે આ રાજકીય ઘમાસાણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi) પણ કૂદી પડ્યા છે. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, મને ખબર છે. તમે પાછળ નહીં હટો. તમારી હિંમતથી તેઓ ડરી ગયા છે. ન્યાયની અહિંસક લડાઈમાં અમે દેશના અન્નદાતાઓને જીતાડીને રહીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.