- ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીની હિંસામાં 8 લોકોના મોતનો મામલો
- સુપ્રીમ કોર્ટમાં આજે લખીમપુર ખીરી હિંસા મામલે સુનાવણી
- પ્રધાન ન્યાયાધીશ એન. વી. રમન્ના, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની એક બેન્ચ આ મામલાની સુનાવણી કરશે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) આજે લખીમપુર ખીરીમાં (Lakhimpur Kheri Case) 3 ઓક્ટોબરે થયેલી હિંસાના મામલાની સુનાવણી થશે. આ ઘટનામાં 4 ખેડૂત સહિત 8 લોકોના મોત થયા હતા. પ્રધાન ન્યાયાધીશ એન. વી. રમન્ના, ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની એક બેન્ચ આ મામલાની સુનાવણી કરશે. આ બેન્ચે 8 લોકોની હત્યાના કેસમાં ઉત્તરપ્રદેશ સરકારની કાર્યવાહી પર 8 ઓક્ટોબરે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ મામલામાં અત્યાર સુધી કેન્દ્રિય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનાની તપાસમાં CBIને પણ સામેલ કરવામાં આવી હતી
CJIને એક પત્ર લખીને 2 વકીલોએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય ન્યાયિક તપાસ કરાવવાની માગ કરી હતી, જેમાં CBIને પણ સામેલ કરવામાં આવી હતી. ત્યારબાદ જ ઉચ્ચ કોર્ટે આ મામલાની સુનાવણી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોનો એક સમૂહ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની યાત્રા વિરુદ્ધ 3 ઓક્ટોબરે પ્રદર્શન કરી રહ્યું હતું. ત્યારે લખીમપુર ખીરીમાં એક SUV (કાર)એ ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા. આનાથી રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ભાજપના 2 કાર્યકર્તાઓ અને એક ચાલકને કથિત રીતે ઢોર માર મારી હત્યા કરી હતી. જ્યારે આ હિંસામાં એક સ્થાનિક પત્રકારનું પણ મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો- લખીમપુર ખીરી હિંસા: પ્રધાનની ધરપકડની માગ સાથે ખેડૂતોનું 'રેલ રોકો' આંદોલન
કૃષિ કાયદાને પરત લેવા ખેડૂતો ગયા નવેમ્બરથી કરી રહ્યા છે આંદોલન
ખેડૂતોના અનેક સંગઠન ખેડૂત (સશક્તિકરણ અને રક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા કરાર કાયદો, 2020, કૃષિ ઉત્પાદનો વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સરળીકરણ) કાયદો 2020 અને 'આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદા'ને પરત લેવાની માગ અંગે ગયા નવેમ્બરથી આંદોલન કરી રહ્યા છે. પંજાબથી શરૂ થયેલું આ આંદોલન ધીમેધીમે દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પણ નિષ્ફળ ગયું હતું. ઉચ્ચ કોર્ટે જાન્યુઆરીમાં કાયદાને અમલમાં લાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
આ પણ વાંચો- SIT એ લખીમપુર હિંસા કેસમાં સુમિત જયસ્વાલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી
સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારના પગલા પર ઉઠાવ્યા હતા પ્રશ્નો
ઉચ્ચ કોર્ટે 8 ઓક્ટોબરે લખીમપુર ખીરી હિંસા મામલામાં સુનાવણી દરમિયાન ઉત્તરપ્રદેશ સરકારના આરોપીઓને ન પકડવાના પગલા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પુરાવાને જાળવવાનો નિર્દેશ કર્યો હતો. બેન્ચે કહ્યું હતું કે, કાયદો તમામ આરોપીઓ સામે સમાન રીતે લાગુ થવો જોઈએ અને '8 લોકોની બર્બર હત્યાની તપાસમાં વિશ્વાસ જગાડવા માટે સરકારને આ સંબંધમાં તમામ ઉપચારાત્મક પગલાં ઉટાવવા પડશે'. રાજ્ય સરકાર તરફથી રજૂ થયેલા વકીલે 8 ઓક્ટોબરે ઉચ્ચ કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે, આ મામલામાં ઉચ્ચ કાર્યવાહી કરવામાં આવશે.