- પોતાના ગેંગસ્ટર પુત્રની મોતનો બદલો લેવા કરી સરપંચની હત્યા
- પોલીસે સરપંચની હત્યાના કેસમાં ગેંગસ્ટરની માતાની કરી ધરપકડ
- પોલીસ તપાસમાં માતાએ કર્યો હતો આ ઘટસ્ફોટ
સોનીપત: કારેવાડી ગામમાં સરપંચ હત્યા કેસમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આ કેસમાં એક મહિલાની ધરપકડ કરી છે. આ મહિલાનું નામ સંતોષ છે, જે ગામ કારેવાડીની રહેવાસી છે. આ સમગ્ર મામલામાં પોલીસે ખુલાસો કર્યો છે કે, સંતોષે તેના પુત્રની મોતનો બદલો લેવા ગામના સરપંચની હત્યા કરી હતી. પોલીસ આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરશે.
માતાએ ગુનો કબૂલ્યો
રેલ્વે પોલીસ સ્ટેશનના પ્રભારી મહાવીરસિંહે જણાવ્યું હતું કે, 22 મેના રોજ ગામ કારેવાડીના રાજા સરપંચની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ આ કેસની તપાસ કરતા સંતોષ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. સંતોષે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, તેણે પુત્ર પુત્ર અજય ઉર્ફે કન્નુની મોતનો બદલો લેવા સરપંચની હત્યા કરી હતી.