- દિલ્હી સરકારે દારૂની હોમ ડિલીવરીને આપી મંજૂરી
- એલ-13 લાઈસન્સ ધરાવતી દુકાનો કરી શકશે ડિલીવરી
- દિલ્હી સરકારે નવી આબકારી નીતિ 2021નું નોટિફિકેશન જાહેર કરી આપી માહિતી
નવી દિલ્હીઃ રાજ્યમાં દારૂના શોખીનો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, હલે એલ-13 લાઈસન્સ ધરાવતી દુકાનો હવે લોકોને ઘરે બેઠા દારૂની ડિલીવરી કરશે. એટલે કે લોકોએ હવે દારૂની દુકાનોની બહાર લાંબી લાઈનમાં ઉભું નહીં રહેવું પડે. રાજ્ય સરકારે ફક્ત નવી આબકારી નીતિ 2021નું નોટિફિકેશન જાહેર કર્યું છે. નિયમમાં ફેરફાર કર્યા છે, પરંતુ તરત હોમ ડિલીવરીની સુવિધા શરૂ નહીં થાય.
આ પણ વાંચો- રેશનની ડોર સ્ટેપ ડિલીવરી યોજના પર પ્રતિબંધ લાગતા કેજરીવાલે બોલાવી બેઠક
એલ-13 નિયમમાં સંશોધન કરાયું
દિલ્હી સરકારે જાહેર કરેલા નોટિફિકેશનમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, એ જ દુકાનો દારૂની હોમ ડિલીવરી કરી શકશે, જેમની પાસે એલ-13 લાઈસન્સ હશે. દિલ્હી સરકારે કહ્યું હતું કે, એલ-13નો નિયમ જૂનો છે. આ નિયમમાં જ સંશોધન કરવામાં આવ્યું છે. દિલ્હી સરકારે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દારૂના શોખીનોને મોટી રાહત આપી છે. જોકે, દિલ્હી સરકારનું કહેવું છે કે, એલ-13 લાઈસન્સ નિયમ કોઈ નવો નથી. આ જૂનો જ લાઈસન્સ નિયમ છે, જેમાં સંશોધન કરાયું છે.
આ પણ વાંચો- દિલ્હી સરકાર: દારૂની હોમ ડિલિવરી માટે આપી પરવાનગી
નોટિફિકેશનમાં દારૂની ડિલીવરી યોજનાને મંજૂરી
નોટિફિકેશનમાં દારૂની ડિલીવરી યોજનાને મંજૂરી આપી દેવાઈ છે, જે અંતર્ગત દારૂનો શોખ રાખતા લોકો ઘરે બેઠા જ દારૂ મગાવી શકશે. નોટિફિકેશનમાં શરત એ પણ છે કે, ફક્ત રહેણાક મકાનોમાં જ દારૂ કેન્દ્રથી દારૂનો પૂરવઠો આપવામાં આવશે. કોઈ પણ શિક્ષણ સંસ્થાન, હોસ્ટેલ, ઓફિસ કે અન્ય સંસ્થામાં દારૂની ડિલીવરી કરવામાં નહીં આવે.